આપણાં મોઢામાં રોજ 1 લિટર લાળ બને છે, ચાલો જાણીએ શરીરની આવી અવનવી વાતો


- માનવ શરીરમાંથી ખૂબ જ ધીમી માત્રામાં પ્રકાશ નીકળે છે શું તમે જાણો છો...

અમદાવાદ, તા. 22 ઓગસ્ટ 2022, સોમવાર

માનવ શરીર ખૂબ જ વિચિત્ર છે. જો તમે તેના વિશે જાણશો તો તમને ખબર પડશે કે તે એક મશીન જેવું જટિલ છે. માનવ શરીરમાં મશીનની જેમ નાના-મોટા અનેક પાર્ટ હોય છે અને જો વ્યક્તિ પોતાના શરીરનું ધ્યાન ન રાખે તો તે ખરાબ થઈ જાય છે. આજે અમે તમને માનવ શરીર સાથે સંબંધિત 15 એવા ચોંકાવનારા તથ્યો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેવા વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. આ તથ્યો નેશનલ જિયોગ્રાફિક વેબસાઈટના સૌજન્યથી એકત્રિત કરવામાં આવ્યા છે.. 

તો ચાલો જાણીએ માનવ શરીર સાથે જોડાયેલા 15 તથ્યો વિશે:

1. તમારા મોંમાં દરરોજ 1 લિટર લાળ ઉત્પન્ન થાય છે.

2. કેટલીક વખત તમારૂ મગજ જ્યારે તમે જાગતા હોય તેના કરતા સૂતી વખતે વધુ સક્રિય હોય છે. 

3. જો માનવ શરીરની તમામ રક્તવાહિનીઓ(Blood vessels length) જોડાયેલ હોય તો તેનાથી પૃથ્વીની 4 વખત પરિક્રમા કરી શકાય છે. 

4. 'મસલ' શબ્દ લેટિન શબ્ધ પરથી ઉતરી આવ્યો છે. તેનો અર્થ 'નાનુ માઉસ' થાય છે. પ્રાચીન રોમન લોકોને બાઈસેપ્સ (Biceps) ઉંદર જેવા લાગતા હતા તેથી તેઓ તેને મસલ કહેવા લાગ્યા હતા. 

5. નેશનલ જિયોગ્રાફીકની રિપોર્ટ પ્રમાણે શરીરમાંથી ખૂબ જ ધીમી માત્રામાં પ્રકાશ નીકળે છે. આ પ્રકાશને માનવ આંખ નથી જોઈ શકતી.

6. સામાન્ય માણસની નાભિમાં બેક્ટેરિયાની (Bacteria in belly button) 67 અલગ-અલગ પ્રજાતિઓ હોય છે. 

7. તમે દર વર્ષે 4 કિલો ત્વચાના કોષો ગુમાવો છો, એટલે કે દર વર્ષે ઘણા બધા ત્વચા કોષો નાશ પામે છે અને નવા બને છે. 

8. નવજાત બાળક 1 મહિનાનું થાય તે પછી જ તેની આંખમાંથી આંસૂ નીકળે છે. 

9. આપણી નસોમાં માહિતી 400 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રવાસ ફરે છે. 

10. વ્યક્તિનું હદય (heartbeat in whole life span) તેના સમગ્ર જીવનમાં 300 કરોડથી પણ વધુ વખત ધબકે છે.

11. માનવના ડાબા ફેફસા જમણા ફેફસા કરતા 10 ટકા નાના હોય છે. 

12. માણસના દાંત શાર્કના દાંત જેવા મજબૂત હોય છે. 

13. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે માનવ નાક અબજો પ્રકારની ગંધને સુંઘી શકે છે. 

14. માણસ જ માત્ર પ્રકૃતિના બનાવેલા એવા જીવ છે જે બ્લશ (Blush) એટલે કે શરમાઈને સ્મિત કરી શકે છે.

15. તમારા શરીરનું 8 ટકા વજન લોહીનું (blood weight) છે. 

City News

Sports

RECENT NEWS