For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શરીર અને મગજના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે અજમાવો દેશી ઘી

Updated: Mar 4th, 2021

નવી દિલ્હી, તા. 04 માર્ચ 2021, ગુરુવાર 

દેશી ઘી સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ કામની વસ્તુ છે. બાળકોથી લઇને વૃદ્ધ લોકો સુધી દરેક વ્યક્તિ માટે દેશી ઘીનું સેવન ઘણું ફાયદાકારક હોય છે. આ શરીરને શક્તિ આપવાની સાથે-સાથે ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાની પણ ક્ષમતા રાખે છે.. તેના રેગ્યુલર સેવનથી કેટલાય પ્રકારની બીમારીઓ દૂર રહે છે. દેશી ઘી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે જ સારું માનવામાં આવે છે. જાણો, નિયમિત રીતે પોતાના ખોરાકમાં દેશી ઘીનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આ આપણા શરીરને કયા રોગથી બચાવવામાં મદદરૂપ થશે. 

વાયુની અસર ઓછી કરે છે

શરીરમાં જો વાયુ અસંતુલિત થઇ જાય તો શરીરમાં અનેક પ્રકારના રોગ થવાની શક્યતાઓ થવા લાગે છે. દેશી ઘીને જો તમે દરરોજ પોતાના ભોજનમાં સામેલ કરો છો તો વાયુની અસરને ઘટાડી શકાય છે. 

પાચનશક્તિને વધારે છે

દેશી ઘીના ઉપયોગથી પાચનતંત્ર ઠીક રહે છે અને પાચનશક્તિ ઠીક રહેવા પર તમે કોઇ પણ વસ્તુને કંઇ પણ સમજ્યા વિચાર્યા ખાઇ શકો છો. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે દેશી ઘીને મર્યાદિત પ્રમાણમાં ખાવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. 

નબળાઇને દૂર કરે છે

જે લોકો શારીરિક રીતે ખૂબ જ વધારે મહેનત કરે છે અથવા જિમ જાય છે તેમણે દેશી ઘીનું સેવન નિયમિત રીતે કરવું જોઇએ. આટલું જ નહીં, બાળકોના આહારમાં પણ દેશી ઘીને સામેલ કરવું જોઇએ.. તેનાથી તેમનું માનસિક અને શારીરિક બંને પ્રકારનો વિકાસ સારી રીતે થાય છે. 

માનસિક રોગમાં ફાયદાકારક

દેશી ઘીના રેગ્યુલર ઉપયોગથી યાદશક્તિ અને તાર્કિક ક્ષમતા વધે છે. આ ઉપરાંત પણ આ કેટલાય માનસિક રોગમાં ફાયદાકારક છે.  

ખાંસીમાં આરામ 

જો તમે હંમેશા ખાંસીથી પરેશાન રહો છો તો પોતાના ભોજનમાં નિયમિત દેશી ઘીનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદિક નિષ્ણાંત અનુસાર ખાંસી થવા પર દેશી ઘીનું સેવન કરવું લાભદાયી હોય છે. 

પ્રેગ્નેન્સીમાં મદદરૂપ

દેશી ઘીનું સેવન જો પ્રેગ્નેન્સીના સમયે કરવામાં આવે તો આ જન્મ લેનાર બાળકના સ્વાસ્થ્ય પર સારી અસર નાંખે છે. આટલું જ નહીં દેશી ઘીનાં સેવનથી શુક્રાણુઓની ગુણવત્તામાં પણ સુધારો થઇ શકે છે. 

ટીબીમાં લાભદાયી

એક રિપોર્ટ અનુસાર, આયુર્વેદ અનુસાર ટીબીના દર્દીઓ માટે દેશી ઘીનું સેવન કરવું ફાયદાકારક રહે છે. જો કે, ટીબીની સારવાર માટે માત્ર ઘરેલૂ નુસ્ખા પર આધારિત ના રહેશો પરંતુ નિયમિત સમયગાળામાં ડૉક્ટર પાસે જઇને તપાસ કરાવાતા રહો. કોઇ પણ નુસ્ખા અજમાવતા પહેલાં નિષ્ણાંતનો સંપર્ક કરી લેવો જોઇએ. 

Gujarat