નોર્મલ ડિલિવરીની શક્યતાઓ વધારે છે આ 5 કામ
નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી 2020, સોમવાર
વિશ્વભરની લગભગ 85 ટકા સગર્ભા સ્ત્રીઓ નોર્મલ ડિલિવરી દ્વારા બાળકને જન્મ આપી શકે છે અને માત્ર 15 ટકા સગર્ભા સ્ત્રીઓને સી સેક્શન ડિલિવરીની જરૂર પડતી હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે પ્રત્યેક 3 સગર્ભા સ્ત્રીઓમાંથી 1 એટલે કે લગભગ 30 ટકા ડિલિવરી સી સેક્શન ડિલિવરી હોય છે. આ સ્થિતિની પાછળ ઘણાં કારણો જવાબદાર છે કે ઘણી સ્ત્રીઓ સામાન્ય ડિલિવરી દરમિયાન થતી પીડા તેમજ ગુસ્સા ટાળવા માટે પોતે જ સી સેક્શનની પસંદ કરે છે.
સગર્ભા સ્ત્રીની ડિલિવરી નોર્મલ થઈ શકે કે નહીં તેના માટે ઘણા પરિબળો જવાબદાર છે. જો કે તમે 100 ટકા ખાતરી કરી શકતા નથી કે તમારી ડિલિવરી નોર્મલ જ થશે, પરંતુ તેની શક્યતાને ચોક્કસપણે વધારી શકો છો. તેના માટે શું કરવું ચાલો જણાવીએ.
નોર્મલ ડિલિવરીને વધારતા ફેક્ટસ
- જો તમારી પહેલી ડિલિવરી સામાન્ય થઈ હોય તો.
- જો તમને કોઈ રોગ નથી તો, અસ્થમા જેવી બીમારી ન હોય જે ડિલિવરી દરમિયાન વધી શકે.
- જો તમારું વજન સામાન્ય છે, તો વધારે કે ઓછું નહીં કારણ કે જ્યારે વધારે વજન આવે ત્યારે સામાન્ય ડિલિવરી થવાની સંભાવના ઓછી થાય છે.
- જો ગર્ભાવસ્થામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન થઈ હોય તો.
- જો તમે તમારી ગર્ભાવસ્થા દરમિયાન એક્ટિવ રહ્યા હોય તો.
- જો સગર્ભા સ્ત્રીનું બ્લડ પ્રેશર, બ્લડ સુગર, હિમોગ્લોબિન બધું જ નિયંત્રણમાં હોય તો.
સ્ટ્રેસથી દૂર રહો
નોર્મલ પ્રસૂતિની ઇચ્છા ધરાવતી સગર્ભા સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન તમામ પ્રકારના સ્ટ્રેસથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના માટે તમે ધ્યાન કરી શકો છો, સંગીત સાંભળી શકો છો, પુસ્તકો વાંચી શકો છો અથવા યોગ કરી શકો છો. આ કામ સગર્ભા સ્ત્રીને મજબૂત બનાવે છે.
નકારાત્મક બાબતોનો વિચાર ન કરો
ગર્ભાવસ્થા દરમિયાન નકારાત્મક બાબતોથી શક્ય તેટલું દૂર રહો. ડિલિવરીને લગતી અન્ય સ્ત્રીઓની નકારાત્મક વાતોને ધ્યાનમાં લેવી નહીં. યાદ રાખો કે દરેક સ્ત્રીનો અનુભવ અલગ હોઈ શકે છે. તેથી બીજાના ખરાબ અનુભવોના લીધે તમારા મનમાં ભય પેદા ન કરો.
યોગ્ય ડૉક્ટર પસંદ કરો
દુર્ભાગ્યપૂર્ણ વાત છે પરંતુ એક વાત સાચી એ પણ છે કે આજકાલ ઘણા ડોકટરો ફક્ત તેમના ફાયદા માટે સી સેક્શનની ભલામણ કરે છે. આવી સ્થિતિમાં સગર્ભા સ્ત્રીને ડિલિવરી માટે ડોક્ટરની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ.
વજન કાબુમાં રાખો
ગર્ભાવસ્થા દરમિયાન વજનમાં વધારો થવો સામાન્ય છે. પરંતુ વજન અતિશય વધારે પણ ન હોવું જોઈએ. ડિલિવરી દરમિયાન વધારે વજન હોવાના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. માતા મેદસ્વીપણાની સમસ્યાથી પીડાતી હોય તો બાળકને બહાર આવવામાં મુશ્કેલી આવી શકે છે.
વ્યાયામ અને મસાજ કરો
ગર્ભાવસ્થામાં નિયમિત વ્યાયામ કરવાથી સામાન્ય ડિલિવરી થવાની સંભાવના વધી જાય છે. તેથી, નિયમિત કસરત કરો, ડોક્ટરની સલાહ લઈ યોગ કરો.
ગર્ભાવસ્થાના 7માં મહિના પછી સગર્ભા સ્ત્રીઓ તેમના શરીરના નીચલા ભાગે માલિશ કરવાનું શરૂ કરવું જોઈએ. તેનાથી ડિલિવરી પણ સરળ બને છે અને સામાન્ય ડિલિવરી થવાની શક્યતા પણ વધી જાય છે.