For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41 હજાર નવા કેસ આવ્યા, અસરગ્રસ્તોનો આંક સાડા 93 લાખ જેટલો થઇ ગયો

Updated: Nov 28th, 2020

Article Content Image

- અત્યાર સુધીમાં 1 લાખ 36 હજાર જણે જાન ગુમાવ્યો

નવી દિલ્હી તા.28  નવેંબર 2020 શનિવાર

સતત સાવચેતી, ટેસ્ટ અને સારવાર વચ્ચે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 41 હજાર નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે કોરોનાગ્રસ્તોનો આંક સાડા ત્રાણું લાખ જેટલો થઇ ગયો હતો. અત્યાર સુધીમાં એક લાખ 36 હજાર વ્યક્તિઓ કોરોનાના કારણે જાન ગુમાવી ચૂકી હતી.

છેલ્લા ચોવીસ કલાકમાં 485 વ્યક્તિએ જાન ગુમાવ્યા હતા. આશ્વાસન લેવા જેટલી વાત એ હતી કે 41 હજાર કેસ નવા આવ્યા એની સામે એટલીજ સંખ્યામાં એટલે કે 41, 452 જણ સાજા થઇને ઘેર પાછાં ફર્યા હતા. કોરોનાની બાબતમાં હવે ભારત અમેરિકા પછી બીજા નંબરે છે. કોરોનાના કારણે જાન ગુમાવવાની બાબતમાં ભારત ચોથા ક્રમે છે.

છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના સક્રિય કેસ ચાર લાખ ચોપન હજારના થયા હ તા. જો કે અત્યાર સુધીમાં દેશમાં 87 લાખ 60 હજાર લોકો કોરોનાને માત કરી ચૂક્યા હતા. હજુ કોરોનાની રસી સો ટકા બની નથી. અત્યારે તો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જ તમને બચાવી શકે છે એવી ચેતવણી સતત કેન્દ્રના આરોગ્ય ખાતા તરફથી અપાઇ રહી હતી.

Gujarat