Get The App

પ્રેમિકા સાથે ફોનમાં વાતચીતમાં અણબનાવ થતાં યુવકનો આપઘાત

Updated: Jan 5th, 2025

GS TEAM

Google News
Google News
પ્રેમિકા સાથે ફોનમાં વાતચીતમાં અણબનાવ થતાં યુવકનો આપઘાત 1 - image


મોરબીના ઘુંટુ ગામે ગળાફાંસો ખાધો

વિસીપરામાં સગળી જતાં યુવાનનું મોત : ઝેરી દવા પી લઈ રાજાવડલા ગામે યુવકે જીવ દીધો

મોરબી :  મોરબીના ઘુંટુ ગામની સીમમાં પ્રેમિકા સાથે ફોનમાં અણબનાવને પગલે યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા ૩૫ વર્ષીય યુવાનનું સળગી જતા મોત થયું હતું. રાજાવડલા ગામે રહેતા યુવાન કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું.

મૂળ યુપીના વતની અને હાલ ઘુંટુ ગામની સીમમાં સનારીયા સિરામિક કારખાનામાં રહીને મજુરી કામ કરતા પીયાંશુ જયગોવિંદ પટેલ (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાની લેબર કોલોનીના  પંખા સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક પીયાંશુને કોઇ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને ફોનમાં વાતચીત કરતો હતો જે બાબતે કોઇ અણબનાવ બનતા મનોમન લાગી આવતા આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.

વિસીપરા વિજયનગરમાં આવેલ શાંતિવન સ્કૂલ પાસે રહેતો બોબી બાલક્રિષ્ણ જાટ (ઉ.વ.૩૫) નામનાં યુવાને સળગી જતાં મોત થયું હતું.

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા દેવજીભાઈ કાળુભાઈ દેત્રોજા નામના યુવાને કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું. બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. વાંકાનેર સિટી પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

Tags :