For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાંચ જીલ્લા અને એક શહેરમાં મહિલાઓનો ડંકો, દસ સીટો પર પુરૂષો કરતા મહિલાઓના મત વધુ પડયા

Updated: Dec 8th, 2022

Article Content Image

અમદાવાદ,તા.8 ડિસેમ્બર 2022,બુધવાર

રાજ્યના પાંચ જીલ્લા અને સુરતની બે સીટો થઈને કુલ દસ વિધાનસભા સીટો પર મતદાન કરવામાં મહિલાઓ પુરૂષો કરતા અવ્વલ રહી હતી. પંચમહાલ, વલસાડ, નવસારી, દાહોદ અને ડાંગની આઠ સીટ તેમજ સુરતની ઉઘના અને ચોર્યાસી સીટો પર મહિલાઓના પુરૂષોની સરખામણીમાં વધુ વોટ પડયા હતા. પંચમહાલની મોરવા હડફ અને વલસાડની ઉમરગાંવ સીટ પર પુરૂષોની સરખામણીમાં મહિલા મતદારોએ છ ટકા જેટલું વધુ મતદાન કર્યાના આંકડા બહાર આવ્યા છે. 

પં.મહાલ,વલસાડ,નવસારી, દાહોદ, ડાંગની ૮ અને સુરતની બે સીટ પર મહિલાઓનું વોટીંગ વધુ   

રાજ્યના દાહોદ જીલ્લામાં બે વિધાનસભા સીટ લીમખેડામાં પુરૂષ મતદારો ૧,૧૦,૨૩૯ સામે મહિલા મતદારની સંખ્યા ૧,૧૨,૬૯૪ અને દેવગઢ બારીયામાં પુરૂષ મતદારો ૧,૩૧,૦૨૫ સામેે ૧,૩૫,૧૭૩ મહિલા મતદારોની સંખ્યા હતા. આ બંને વિધાનસભા સીટ પર મહિલા મતદારો   બે હજારથી  વધુ અને  ચાર હજારથી વધુ જોવા મળી હતી. આ બંને સીટ પર મહિલા મતદારોએ વોટીંગ કરવામાં પુરૂષ મતદારો કરતા ટકાવારીમાં પણ આગળ રહી હતી. આ ઉપરાંત રાજ્યની મોરવા હડફ સીટ પર ૫૮.૩૭ ટકા પુરૂષોએ મતદાન કર્યું તેની સામે ૬૪.૧૬ મહિલાઓએ મતદાન કર્યાની અને ઉમરગાંવ સીટ પર ૫૭.૯૪ ટકા પુરૂષોના મતદાન સામે ૬૩.૨૬ ટકા મહિલાઓનું મતદાન થયાની આંકડા બહાર આવ્યો છે. આમ, આ બંને સીટો પર ટકાવારીમાં પુરૂષો કરતા મહિલા મતદારોએ છ ટકા જેટલું વધુ મતદાન કર્યું હતું. 

જે જીલ્લામાં સંખ્યાની દષ્ટીએ મહિલાઓએ વધુ મતદાન કર્યું તેમાં મોરવા હડફમાં ૬૭,૩૪૩ પુરૂષો સામે ૭૨,૫૦૭ મહિલાઓ, લીમખેડામાં ૭૩,૪૮૭ પુરૂષો સામે ૭૫,૮૯૯ મહિલાઓ,દેવગઢ બારીયામાં ૯૩૯૫૫ પુરૂષો સામે ૯૯૭૧૩ મહિલાઓ, ડાંગમાં ૬૪,૭૨૮ પુરૂષો સામે ૬૫,૪૪૮ મહિલાઓ છે. આમ, રાજ્યની આ દસ વિધાનસભા સીટો પર ઉમેદવારનું ભાવિ મહિલાઓએ નક્કી કર્યાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. 

કઈ સીટ પર મહિલાઓની વોટ ટકાવારી વધુ 

ક્રમ નામ મહિલા ટકાવારી પુરૂષ ટકાવારી

૧. સહેરા ૬૯.૦૩ ૬૮.૮૬

૨. મોરવાહડફ ૬૪.૧૬ ૫૮.૩૭

૩. લીમખેડા ૬૭.૩૫ ૬૬.૬૬

૪. દેવગઢબારીયા ૭૩.૭૯ ૭૧.૭૧

૫. ઉધના ૫૫.૯૮ ૫૪.૦૭

૬. ચોર્યાસી ૫૭.૬૩ ૫૬.૨૬

૭. ડાંગ ૬૭.૮૯ ૬૬.૭૯

૮. જલાલપોર ૬૮.૦૧ ૬૬.૦૩

૯. વલસાડ ૬૬.૪૭ ૬૫.૭૯

૧૦. ઉમરગાંવ ૬૩.૨૬ ૫૭.૯૪

Gujarat