કલોલની કંપની સાથે ૧૮.૭૦ લાખની છેતરપિંડી કરનાર મહિલા પકડાઈ
મેડિસિન રો મટીરીયલ ખરીદીને
સ્પેશિયલ ઓપરેશન ગુ્રપની ટીમ દ્વારા હાથીજણથી ઝડપી લેવાઈ ઃ સુરત અમદાવાદમાં પણ છેતરપિંડી આચરી
ગાંધીનગર : કલોલના પાનસર ખાતે આવેલી મેડિસિન રો મટીરીયલનું ઉત્પાદન કરતી કંપની પાસેથી રો મટીરીયલ ખરીદીને ૧૮.૭૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરનાર મહિલા સામે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર એસોજીની ટીમ દ્વારા તેને અમદાવાદના હાથીજણ ખાતેથી ઝડપી લેવામાં આવી છે.
હાલમાં કંપનીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે
કલોલના પાનસર ગામમાં મેડિસિન રો-મટિરિયલનું ઉત્પાદન કરતી હ્યુમનફાર્મા લેબ્સ
પ્રાઈવેટ લિમિટેડ કંપની પાસેથી ૨૦૨૪માં અમદાવાદના હાથીજણ ખાતે બાલેશ્વર સિલ્વર
લાઈન ફ્લેટમાં રહેતા શીતલબેન ગોપાળભાઈ પંચાલે કંપની ૧૮.૭૦ લાખની કિંમતનો મેડિસિન
રો-મટિરિયલ ખરીદ્યો હતો અને ફેડરલ બેંકના ચેક આપ્યા હતા જે ક્યારેય વટાવવામાં
આવ્યા ન હતા. તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા કંપનીને જાણવા મળ્યું કે તેની સામે
સુરત ગ્રામ્ય, વડોદરા
ગ્રામ્ય અને અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનોમાં સમાન વિશ્વાસઘાત અને છેતરપિંડીના કેસ
નોંધાયેલા છે. જેના પગલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેની સામે છેતરપિંડી અને
વિશ્વાસઘાત નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેથી આ મહિલા આરોપીને પકડવા માટે
ગાંધીનગર પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી હતી અને આ ગુનાની તપાસ એસ.ઓ.જી. પોલીસ
ઈન્સ્પેક્ટર વી.ડી. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણને
સોંપવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોસસના આધારે પોલીસને ચોક્કસ
માહિતી મળી હતી કે આરોપી શીતલબેન ગોપાળભાઈ પંચાલ બાલેશ્વર સિલ્વર લાઈન ફ્લેટ, હાથીજણ, અમદાવાદ ખાતે
હાજર છે. જે બાતમીના પગલે તેને ઝડપી લેવામાં આવી હતી અને તેની અટકાયત કરીને હવે
કલોલ તાલુકા પોલીસને સોંપવામાં આવી છે.