Get The App

કોમર્સના મેન બિલ્ડિંગ પર વર્ગો હાઉસફુલ થતા વિદ્યાર્થીઓને બીજા યુનિટ પર મોકલાયા

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
કોમર્સના મેન બિલ્ડિંગ પર વર્ગો હાઉસફુલ થતા વિદ્યાર્થીઓને બીજા યુનિટ પર મોકલાયા 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમના શિક્ષણનો આજથી પ્રારંભ થતાની સાથે જ કેમ્પસમાં હજારો વિદ્યાર્થીઓ ઉમટી પડયા હતા.એફવાયમાં ૬૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને આ વર્ષે પ્રવેશ અપાયો છે.

પહેલો દિવસ હોવાથી ફેકલ્ટીમાં  વિદ્યાર્થીઓની  વ્યાપક હાજરી જોવા મળી હતી.વિદ્યાર્થીઓને ફેકલ્ટી સત્તાધીશોએ પોત-પોતાના યુનિટ પર જ લેકચર એટેન્ડ કરવા માટે સલાહ આપી હોવા છતા મેન બિલ્ડિંગ પર અન્ય યુનિટોના વિદ્યાર્થીઓનો પણ ભારે ધસારો થવાથી વર્ગો હાઉસફુલ થઈ ગયા હતા.બેસવાની જગ્યા નહીં હોવાથી વિદ્યાર્થીઓને જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ ખાતે લેકચર એટેન્ડ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. પહેલા દિવસે વિદ્યાર્થીઓની ફી સ્લીપનું ચેકિંગ કરવામાં આવ્યું નહોતું.જ્યારે વિદ્યાર્થીઓને આઈ કાર્ડ મળવામાં હજી ૧૦ દિવસનો સમય લાગશે તેમ સૂત્રોનું કહેવું છે.બીજી તરફ  વિદ્યાર્થી સંગઠનોએ મેઈન બિલ્ડિંગનું કેમ્પસ હાઈજેક કરી લીધું હોય તેવું લાગતું હતું.કોમન યુનિવર્સિટી એકટના કારણે  વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા પર તો પ્રતિબંધ મૂકાઈ ગયો છે.આમ છતા વિદ્યાર્થી સંગઠનો એનએસયુઆઈ, એબીવીપી, એજીએસયુ, યસ ગુ્રપના વિદ્યાર્થીઓએ પ્રચાર પ્રસાર માટે અને એફવાયના વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવા માટે કેમ્પસમાં અડિંગો જમાવ્યો હતો.વિદ્યાર્થીઓનું ઢોલ નગારા વગાડીને,  કુમ કુમ તિલક કરીને અને ફૂલ આપીને સંગઠનોએ  સ્વાગત કર્યું હતું.


Tags :