વડોદરા: એરપોર્ટની આજુબાજુના ગેરકાયદે દબાણો હટાવતી કોર્પોરેશન
Image Source: Freepik
વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમને મ્યુનિસિપલ કમિશનરે સૂચના આપી હતી કે વડોદરા એરપોર્ટની આસપાસ એરપોર્ટની કમ્પાઉન્ડ વોલની પાસે અડીને બનેલા ગેરકાયદેસર દબાણોને ત્વરિત અસરથી દૂર કરવા જે સૂચના મુજબ આજે દબાણો દૂર કરવાની કાર્યવાહી દબાણ શાખા ની ટીમ દ્વારા હાથ કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંગેની વિગત આપતા દબાણ ઈન્સ્પેક્ટર દેવુભા ગોહિલ એ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના આદેશ મુજબ એરપોર્ટની વોલની અડીને આવેલા ગેરકાડેફજેટલાં વિસ્તારના ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી આજે કરવામાં આવી છે.