Get The App

ડાંગના મિલન ધોધમાં તાપી જિલ્લાના બે યુવકો ડૂબી જતા મોત, મૃતદેહને ઝોળીમાં લઈ જવાતા સ્થાનિકોમાં રોષ

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News
ડાંગના મિલન ધોધમાં તાપી જિલ્લાના બે યુવકો ડૂબી જતા મોત, મૃતદેહને ઝોળીમાં લઈ જવાતા સ્થાનિકોમાં રોષ 1 - image


 Milan Falls in Dang: ડાંગ જિલ્લાના ખાતળ માછળી ગામ વચ્ચે આવેલા પ્રખ્યાત મિલન ધોધમાં બે યુવકો ડૂબી જતાં મોત થયા છે. તાપી જિલ્લાના બે યુવકો મિલન ધોધમાં નહાવા ગયા હતા. આ દરમિયાન બંને ડૂબી ગયા હતા, ત્યારબાદ સ્થાનિક ગ્રામજનો અને રેસ્ક્યુ ટીમે યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. ધોધ નજીક પાણી ઊંડું અને ડોહળું હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. કલાકોની મહેનત બાદ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ, મૃતક યુવકો તાપી જિલ્લાના રામપુરા ગામના વતની છે. તેમની ઓળખ મિહિરભાઈ મહેન્દ્રભાઈ ગામીત (ઉંમર 20) અને નિહિતભાઈ નિતેશભાઈ ગામીત (ઉંમર 25) તરીકે થઈ છે.


રેસ્ક્યુ માટે સંસાધનોની અછત!

ડાંગ જિલ્લા તંત્ર પાસે કોઈપણ પ્રકારની પૂર માટે કે લોકોના ડૂબી જવાના કિસ્સામાં રેસ્ક્યુ કરવા માટે સંસાધન ન હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, મામલતદાર ત્યાં હાજર હોવા છતાં એમ્બ્યુલન્સ ન બોલાવી શક્યા. મૃતદેહને ઝોળીમાં લઈ જવા પડ્યા હતા. આ મામલે તંત્ર મૌન છે. જો કે, ધોધમાં નાહવાની મનાઈ હોવા છતાં પણ લોકો નાહવા કૂદી પડે છે.

ડાંગના મિલન ધોધમાં તાપી જિલ્લાના બે યુવકો ડૂબી જતા મોત, મૃતદેહને ઝોળીમાં લઈ જવાતા સ્થાનિકોમાં રોષ 2 - image

આ પણ વાંચો: નવસારીની પૂર્ણા નદીમાં તર્પણ વિધિ દરમિયાન બે યુવાનો ડૂબ્યા: એકનું મૃત્યુ, એકનો બચાવ

ઉલ્લેખનીય છે કે, ડાંગ વહીવટી તંત્ર દ્વારા આવા ધોધ અને જળાશયોમાં નહાવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં, પ્રવાસીઓ સાવચેતી રાખ્યા વિના ધોધમાં ઉતરતા આવા દુર્ભાગ્યપૂર્ણ બનાવો બનતા રહે છે. આ ઘટના ફરી એકવાર પ્રવાસીઓની સુરક્ષા અને નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા કરે છે. સ્થાનિક તંત્ર દ્વારા ગુમ થયેલા યુવકોને શોધવા માટે તમામ પ્રયાસો કરાયા હતા.

Tags :