For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા: બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા, મુંબઈનો આરોપી વોન્ટેડ

Updated: Sep 15th, 2020

Article Content Imageવડોદરા, તા.15 સપ્ટેમ્બર 2020, મંગળવાર

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે બાપોદ તળાવની સામે આવેલ જમના રેસીડેન્સી પાસે બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સોને ઝડપી પાડયા હતા. રૂપિયા 22 હજારની કિંમત ધરાવતી સહિત 79 હજાર ઉપરાંતની મત્તા કબજે કરી દારૂનો જથ્થો મોકલનાર મુંબઈના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર અંગેની વિગત એવી છે કે, વડોદરા ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે શુશીલકુમાર છત્તાણી ( રહે - જમના રેસિડેન્સી, બાપોદ તળાવ સામે , વડોદરા ) મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલો લાવી પોતાના ઘરે વેચે છે અને વિદેશી દારૂની ડિલિવરી વિશાલ નામનો વ્યક્તિ રિક્ષામાં આપવાનો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ઉપરોક્ત બાતમી મુજબની રીક્ષાને કોર્ડન કરી હતી. રિક્ષા ચાલકની પૂછતાછ દરમિયાન તેણે પોતાનું નામ વિશાલ તિવારી (રહે- જલારામ નગર ઝુપડપટ્ટી, કારેલીબાગ, વડોદરા/ મૂળ રહે -ઉત્તર પ્રદેશ) રીક્ષાની તલાશી લેતાં તેમાંથી પ્લાસ્ટિકનો કોથળો અને ટ્રાવેલ્સ બેગ મળી આવી હતી. જેમાંથી ડીએસપી બ્લેક ડિલક્ષ વીસ્કી, રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રીમિયમ વિસ્કી, બ્લેન્ટેન્સ ફીનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી અને જોની વોકર રેડ લેબલ પ્રીમિયમ સ્કોચ વિસ્કી ની 12 બોટલો 22000 કિંમતની મળી આવી હતી.

દરોડા દરમ્યાન પોલીસે દારૂની બોટલો, 4 મોબાઈલફોન , રોકડા 4100 તથા રીક્ષા સહિત 79100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ આધારનો જથ્થો મુંબઈ ખાતે રહેતા સચ્ચિદાનંદ તિવારી પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી.

બાપોદ પોલીસે આ પ્રોહિબિશનના ગુનામાં બને શખ્સોની અટકાયત કરી દારૂ મોકલનાર મુંબઈના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.


Gujarat