For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાબરમતી વિધાનસભામાં ત્રિપાંખીયો જંગઃ મોંઘવારી મુદ્દો

Updated: Dec 2nd, 2022

Article Content Image

- સ્લમ વિસ્તારોમાં પાણી, ગટર, લાઈટની તકલીફ

અમદાવાદ,તા.2 ડિસેમ્બર 2022,શુક્રવાર 

સાબરમતી વિધાનસભામાં પહેલીવાર ત્રિપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. ઓબીસી અને પટેલ મતદારો પર ઉમેદવારનું ભાવી નક્કી હોવાનું મનાય છે. ભાજપે પટેલ ઉમેદવાર તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઓબીસી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. બે   ટર્મથી ગઢ ગણાતી સાબરમતી વિધાનસભામાં ભાજપે આ વખતે નવા ઉમેદવારને તક આપી છે. 

ઓબીસી અને પટેલ મતદારો  ઉમેદવારનું ભાવી નક્કી કરશેઃ ભાજપનો બે ટર્મથી કબ્જો 

સાબરમતી વિધાનસભામાં રાજકીય પાર્ટી અને અપક્ષ થઈને કુલ ૯ જેટલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. સાબરમતી વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ ઉમેદવારને મેદાનમાં ઉતારતા ત્રિપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. બે ટર્મથી સાબરમતી વિધાનસભા ભાજપનો ગઢ મનાય છે. આ બંને ટર્મ અરવિંદ પટેલ (દલાલ) ધારાસભ્ય તરીકે રહ્યા હતા. જો કે, ભારતીય જનતા પાર્ટીએ આ વખતે અરવિંદ દલાલના સ્થાને છોટે અમીત તરીકે જાણીતા હર્ષદ પટેલ (હર્ષદ દાઢી)ને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. સાબરમતી વિધાનસભામાં ઓબીસી મતદારો ઉપરાંત જ્ઞાાતી મુજબ પાટીદાર સમાજના મતદારો સૌથી વધુ છે. 

સાબરમતી વિધાનસભામાં ખાસ કરી ઓબીસી અને પટેલ મતદારો ઉમેદવારોનું ભાવી નક્કી કરતા હોય છે. ભાજપ માટે ગઢ ગણાતી સાબરમતી વિધાનસભામાં અરવિંદ પટેલ ગત ૨૦૧૨ની વિધાનસભામાં ૬૮,૫૮૩ મતથી જીત્યા તેમજ ૨૦૧૭માં જે લીડ ઘટીને ૩૭,૨૯૩ની થઈ ગઈ હતી. ૨૦૧૭માં કોંગ્રેસના ઉમેદવાર  ડૉ.જીતુ પટેલ હતા તેઓની બદલીને આ વખતે કોંગ્રેસે ઓેબીસી ઉમેદવાર દિનેશસિંહ ગણપતસિંહ મહીડા અને આમ આદમી પાર્ટીએ જશવંતસિંહ વીસાજી ઠાકોરને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ બંને ઉમેદવારો ઓબીસી સમાજમાંથી આવે છે. 

સાબરમતી વિધાનસભા કુલ મતદારો ૨,૭૮,૪૦૩

૨૦૧૨ વિધાનસભા, ભાજપને ૧૦૭૦૩૬ વોટ મળ્યા, કોંગ્રેસને ૩૯૪૫૩ વોટ મળ્યા, ભાજપની ૬૮,૫૮૩ મતથી જીત 

૨૦૧૭ વિધાનસભા 

ભાજપને ૬૯૦૭૫ વોટ મળ્યા, કોંગ્રેસને ૩૧૭૮૨ વોટ મળ્યા 

ભાજપની ૩૭૨૯૩ મતથી જીત 

વિસ્તારની સમસ્યા 

- સ્લમ વિસ્તારોમાં રોડ, લાઈટ, પાણી અને ગટરના પ્રશ્નો

- સાબરમતીથી એરપોર્ટને અને સારબમતી થી કાળીગામને જોડતા બ્રિજનું કામ ખોરંભે પડયું છે.

- સાબરમતીના જૂના બજારોનો વિકાસ 

- મોંધવારી

જ્ઞાાતી મુજબ મતદારો 

પટેલ ૪૯,૭૭૮, પંચાલ ૧૩૫૬૩, શાહ ૧૨૯૩૩ અને ઠાકોર ૧૧૪૩૮ મતદારો છે. આ ઉપરાંત પરમાર, પ્રજાપતિ, સોલંકી અને રાઠોડ જ્ઞાાતીના મતદારોની સંખ્યા પણ ૫ હજારથી વધુ છે. સાબરમતી વિધાનસભામાં ઓબીસી અને પટેલ મતદારો પર ઉમેદવારનું ભાવીનો મદાર છે. 

Gujarat