Get The App

આણંદમાં મહીસાગર નદીમાં નાવ પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મોત, પરિવાર પર આભ તૂટ્યું

Updated: Jan 26th, 2025

GS TEAM

Google News
Google News
આણંદમાં મહીસાગર નદીમાં નાવ પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મોત, પરિવાર પર આભ તૂટ્યું 1 - image


Anand News: આણંદ જિલ્લામાં વાસદ નજીક મહીસાગર નદીમાં નાવ પલટી જતા પિતા-પુત્ર અને ભત્રીજાનું ડૂબી જવાથી મૃત્યુ થયું છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. હાલ તમામના મૃતદેહ વાસદ આરોગ્ય કેન્દ્ર પર લવાયા છે.

મળતી માહિતી અનુસાર, નાવ ડૂબતા ભત્રીજા અને પુત્રને બચાવવા જતા પિતાનું મોત નિપજ્યું છે. ત્રણેય મૃતક કાચલાપુર વાસદના રહેવાસી છે. આણંદ ફાયર વિભાગે ડૂબી ગયેલી નાવ બહાર કાઢી છે.

Tags :