For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક મહિનામાં 1149 રખડતા ઢોર પકડયા છતાં સમસ્યાનો ઉકેલ આવતો નથી

દબાણ બાદ રખડતા ઢોર સુરતનો વિકટ પ્રશ્ન

Updated: Nov 25th, 2021

Article Content Image

પાંજરાપોળમાં 395 પશુ મોકલાયા, 10.47 લાખનો દંડ વસુલાયો ઃ કાયમી નિવારણ માટે નવી પોલીસી એક માત્ર વિકલ્પ

                સુરત,

સુરતની સળગતી એવી રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે મ્યુનિ. તંત્રએ એક મહિનામાં 1149 રખડતા ઢોરને પકજ્યા હતા.  ઢોર પકડવા સાથે પાલિકાએ પશુના માલિકો પાસેથી 10.47 લાખના દંડની પણ વસુલાક કરી છે. રસ્તા પર રખડતા ઢોરને પકડવાની આંકડાકીય માહિતી સારી છે તેમ છતાં  સુરતના રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા દુર થવાનું નામ લેતી નથી. કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા વધુ છે પરંતુ ત્યાં કડક પગલાં ન ભરાતા લોકોની મુશ્કેલીમા ંવધારો થઈ રહ્યો છે.

સુરતમાં જાહેર રસ્તા પર દબાણ સાથે રખડતા ઢોર વિકટ પ્રશ્ન બની ગયો છે. પાલિકા દ્વારા આ બન્ને ન્યુસન્સ દુર કરવા માટે અનેક પ્રયાસો કરવામા આવે છે પરંતુ આ સમસ્યા હલ થવાનું નામ લેતી નથી. ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દરેક મહાનગરપાલિકાને રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટે તાકીદ કરી છે તેના કારણે સુરત પાલિકાએ હાલમાં રખડતા ઢોર પકડવાની કામગીરી આક્રમક બનાવી છે. 22 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધીમાં સુરત મ્યુનિ. વિસ્તારમાં પાલિકાએ 1149 રસ્તા પર રખડતા ઢોર પકડીને  પશુના માલિકો પાસેથી 10.47  લાખ રૃપિયાનો દંડ વસુલ્યો છે.

પાલિકાએ રખડતા ઢોર સામે જે કામગીરી કરી છે તે કામગીરી કાગળ પર ઘણી જ સારી લાગે છે પરંતુ પાલિકાની આ કામગીરી પુરતી નથી. અનેક જગ્યાએ પશુ પાલકો પાલિકાની ટીમ પર હુમલો કરે છે તો કેટલાક કિસ્સામાં પાલિકાનો સ્ટાફની પણ શંકાસ્પદ ભુમિકા રહેલી છે. આવી સમસ્યા સાથે પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા રસ્તા પર રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામા આવી રહી છે. પાલિકાના સ્ટાફ પર પશુ પાલકો હુમલો કરે છે તેના માટે પાલિકાને સરકારે એસ.આર.પી.ની ટુંકડી ફાળવી છે તેમ છતાં એક મહિનામાં પાલિકાએ 116 પશુના માલિકો સામે પોલી,સ કેસ કરવાની ફરજ પડી છે.

સુરત પાલિકા રખડતા ઢોરની સમસ્યા દુર કરવા માટેની કામગીરી કરે છે પરંતુ નિયમોમાં છીંડા હોવાના કારણે તેનું પરિણામ આવતું નથી. પાલિકાએ હાલમાં નવી પોલીસી જાહેર કરી છે તેમાં આર.ડી.આર. એફ ચીપ પશુના શરીરમાં ફીટ કરીને તેને સીસી કેેમેરા સાથે જોડવા માટેની યોજના છે આ યોજનાનો અમલ થાય અને કડક પગલા ંભરવામાં આવે તો જ  સુરતમાં રખડતા ઢોરની સમસ્યા દુર થઈ શકે તેમ છે. બાકી દર વખતે પાલિકા રખડતા ઢોર પકડયાના આંકડા અને દંડના આંકડા જાહેર કરે છે તેનાથી સમસ્યા દુર થાય તેવી શક્યતા નહિવત છે. 

Gujarat