ખટોદરાની જય માતાદી સિલ્ક મીલ્સના માલિક રાતોરાત શટરને તાળા મારી રફુચક્કર

Updated: Jan 24th, 2023- બમરોલી રોડના કારખાનેદાર સહિત 24 ના રૂ. 66 લાખ ફસાયાઃ સમયસર પેમેન્ટનો વાયદો કરી કાપડ ખરીદયું હતું

સુરત
ખટોદરાની સોમા કાનજીની વાડીમાં જય માતાદી સિલ્ક મીલ્સ અને વિવાક ક્રિએશન નામે કાપડનો ધંધો કરતા વેપારીએ પાંડેસરાના કારખાનેદાર સહિત 24 જણા પાસેથી અંદાજે રૂ. 66 લાખનો માલ ખરીદી રાતોરાત દુકાનને તાળા મારી રફુચક્કર થઇ ગયાની ફરીયાદ પાંડેસરા પોલીસમાં નોંધાય છે.
પાંડેસરા-બમરોલી રોડ સ્થિત સાંઇરામ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં કે.આર. ટેક્સટાઇલ અને કિશન ટેક્સટાઇલ નામે કાપડનું કારખાનું ધરાવતા કિશન વિષ્ણુ પટેલ (ઉ.વ. 29 રહે. અભિલાષા એપાર્ટમેન્ટ, અલકનંદા સોસાયટી, ભટાર અને મૂળ. મલેકપુર, તા. વડનગર, જિ. મહેસાણા) ના પિતાએ કાપડ વેપારી હિતેશ ચૌહાણ સાથે પરિચય કરાવ્યો હતો. હિતેશે ખટોદરા સોમા કાનજીની વાડી ખાતે જય માતાદી સિલ્ક મીલ્સ અને વિવાક ક્રિએશન નામે કાપડનો ધંધો કરતા રીષી ઉર્ફે રિસીક શાહ નામના વેપારીનું માર્કેટમાં મોટું કામકાજ છે. ઉપરાંત સમયસર પેમેન્ટ પણ ચુકવી આપે છે અને રીસીક પેમેન્ટ નહીં ચુકવે તો હું ચુકવી આપીશ તેવો ભરોસો આપી ધંધાની શરૂઆત કરાવી હતી.


જે અંતર્ગત 30 દિવસમાં પેમેન્ટના વાયદે કિશને રીસીક શાહને ઓગસ્ટ 2022 માં ટુક્ડે-ટુક્ડે રૂ. 6.34 લાખનો માલ મોકલાવ્યો હતો. પરંતુ રીસીકે સમયસર પેમેન્ટ નહીં ચુકવતા કિશને હિતેશ પાસે ઉઘરાણી શરૂ કરતા હિતેશે પેમેન્ટ આવશે એટલે ચુકવી આપશે એવું કહ્યું હતું. જો કે કિશને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પોતાની પાસેથી રૂ. 6.34 લાખનો માલ ખરીદનાર રીસીક શાહે અન્ય 23 વેપારી પાસેથી અંદાજે રૂ. 66 લાખનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી રાતોરાત રાતોરાત દુકાન અને ઘરને તાળા મારી રફુચક્કર થઇ ગયો છે.

    Sports

    RECENT NEWS