Get The App

વડોદરા કોર્પોરેશન દ્વારા 53 વર્ષ જૂની લાલબાગ પાણીની ટાંકી તોડીને નવી બનાવાશે

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશન દ્વારા 53 વર્ષ જૂની લાલબાગ પાણીની ટાંકી તોડીને નવી બનાવાશે 1 - image


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલબાગ પાણી ટાંકી કે જે 53 વર્ષ જૂની હોવાથી જર્જરિત બનતાં તોડી પાડીને નવી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે . અગાઉ જૂની થયેલી ટાંકી સલામતીને ધ્યાનમાં રાખીને તોડવામાં આવેલી છે, ત્યારબાદ પંપ દ્વારા બુસ્ટિંગ કરીને લોકોને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. હાલ ટાંકીમાં પંપ હાઉસ સહિતનું જૂનું બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. નવી ટાંકી, પંપ રૂમ, ફીડર લાઈન, પંપીંગ મશીનરી, ઈલેક્ટ્રિકલ અને મિકેનિકલ કામગીરી તથા પાંચ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ સહિત 16.99 કરોડ ના ખર્ચે કામગીરી કરવામાં આવનાર છે. નવી ટાંકી 18 લાખ લીટરની ક્ષમતા વાળી બનશે. જે જૂની ટાંકી હતી તે 1972માં બનાવી હતી તે વખતે  30 લાખ ખર્ચ થયો હતો. આ ટાંકીના 36 લાખ લીટરની કેપેસિટીના 3 સંપ છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા 53 વર્ષ જૂની લાલબાગ પાણીની ટાંકી તોડીને નવી બનાવાશે 2 - image

નવી ટાંકી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટમાંથી બનશે. વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના કહેવા મુજબ અગાઉ ટાંકી ના દાદર, બીમ અને રેલિંગ તૂટી જવાથી જોખમી બની હતી, અને ટાંકીમાંથી પાણી સતત ટપકતું હતું. જેથી નવી ટાંકી બનાવવાની માંગણી અવારનવાર કરવામાં આવી હતી. લાલબાગ ટાંકી ખાતેથી નવાપુરા, દંતેશ્વર, લાલબાગ, માંજલપુર ,એસઆરપી વગેરે વિસ્તારમાં આશરે સાત આઠ ઝોન માં પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. નવી ટાંકી બન્યા બાદ આશરે અઢી લાખની વસ્તીને પ્રેસરથી પાણી મળવાનો ફાયદો થશે.


Google NewsGoogle News