સુરસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૃા.૩૦નો વધારો કરાયો
રૃ.800ને બદલે હવેથી રૃા.830 દૂધ ખરીદ ભાવના ચૂકવવામાં આવશે
સુરેન્દ્રનગર - ઝાલાવાડની જીવાદોરી સમાન વઢવાણ સુરસાગર ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૃા.૩૦નો વધારો કરવામાં આવ્યો છે. ગ્રાહકોને હાલ રૃા.૮૦૦ ભાવ ચુકવાતા હતા જેમાં રૃા.૩૦નો વધારો કરી રૃા.૮૩૦ દૂધ ખરીદ ભાવ ચુકવવામાં આવશે.
સુરસાગર ડેરી દ્વારા છેલ્લા એક મહિનામાં રૃા.૧૩૦ જેટલો ઘરખમ ભાવ વધારો કરવામાં આવતા પશુપાલકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. દૈનિક હાલ ૬૫૨ દૂધ સહકારી મંડળીઓ દ્વારા ૪,૯૦,૦૦૦ કિલો દૂધ સંપાદન થાય છે. તેમજ દર ૧૦ દિવસે ૨૩ કરોડ રૃપિયા પશુપાલકોને દૂધ ખરીદી પેટે ચુકવવામાં આવે છે. જ્યારે દૂધ સંઘના ચેરમેન નરેશકુમાર મારૃ, પૂર્વ ચેરમેન બાબાભાઈ ભરવાડ સહિત નિયામક મંડળના સભ્યો દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૃા.૩૦નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.