સુરત એસટી વિભાગે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એસી સ્લીપર બસ સેવા બંધ કરી દીધી !
સુરત, તા. 18 માર્ચ 2020 બુધવાર
સુરત એસટી વિભાગે આજથી તેની સ્ટેચ્યુ ઓફ યુનિટીની એસી સ્લીપર બસ સેવા બંધ કરી દીધી છે. આ બસ સેવા આગામી તા. 25મી સુધી કોરોના વાઇરસને કારણે સસ્પેન્ડ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સુરતથી રોજ એક બસ દોડાવવામાં આવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જનારાઓની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે પરંતુ અત્યારે બોર્ડ એકઝામ અને કોરોના વાઇરસને કારણે ધસારો નહીવત જેવો થઈ ગયો છે. જોકે, રાજ્ય સરકારે આગામી તા.25મી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના તમામ શો રદ કર્યા છે. તેથી સુરત એસટી વિભાગે પણ એસી સ્લીપર બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.