Get The App

સુરત પોલીસે પાંચ ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા

ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 28 ફાઈનાન્સરને પાસા

સિટી પોલીસે રાજ્યમાં સૌથી વધુ 986 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
સુરત પોલીસે પાંચ ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા 1 - image


- ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 28 ફાઈનાન્સરને પાસા

- સિટી પોલીસે રાજ્યમાં સૌથી વધુ 986 લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી

સુરત, : વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસે વધુ પાંચ ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી જુદીજુદી જેલમાં મોકલી આપ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં 28 ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી છે.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સુરત પોલીસે આજરોજ વધુ પાંચ ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી જુદીજુદી જેલમાં મોકલી આપ્યા છે.અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા ફાઈનાન્સર અમિત પંજાબરાવ રડકેને અમદાવાદ જેલ, અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા ફાઈનાન્સર રિતેશકુમાર પ્રકાશ ભોંસલેને અમદાવાદ જેલ, અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા ફાઈનાન્સર ઋષભ અશોકભાઈ ઠક્કરને નડીયાદ જેલ, અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા ફાઈનાન્સર વિપુલ જયંતિલાલ ઠક્કરને વડોદરા જેલ અને અમરોલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા ફાઈનાન્સર પુનીત અશોક ગોયલને અમદાવાદ જેલમાં મોકલી આપ્યા છે.

સુરત પોલીસે પાંચ ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા 2 - image

સુરત પોલીસે આ પાંચ ફાઇનાન્સરની સાથે વર્ષ 2023 માં અત્યાર સુધીમાં 28 ફાઈનાન્સરની પાસા હેઠળ અટકાયત કરી છે.જયારે સુરત પોલીસે ચાલુ વર્ષે રાજ્યમાં સૌથી વધુ 986 ની પાસા હેઠળ અટકાયત કરી છે.


Google NewsGoogle News