Get The App

પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી હતી

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી હતી 1 - image

File Photo



Surat Crime: સુરતના કતારગામમાંથી ચોંકાવનારી માહિતી સામે આવી છે. જ્યાં ટ્યૂશનમાં ભણાવતી 19 વર્ષીય શિક્ષિકાએ વિકૃત યુવક દ્વારા કરવામાં બ્લેકમેલિંગથી કંટાળીને જીવન ટૂંકાવી દીધું છે. શિક્ષિકાના આપઘાતની માહિતી મળતાની સાથે જ સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આ મામલે તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, આજે આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિકૃત યુવક કરતો હતો બ્લેકમેલ

મળતી માહિતી મુજબ, સુરતના કતારગામમાં બાળકોને ટ્યુશન ભણાવતી 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, એક વિકૃત યુવક આ પાટીદાર યુવતીને પરેશાન કરતો હતો અને કોઇક કારણોસર બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતો હતો. આ બ્લેકમેલિંગથી કંટાળીને શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું. જોકે, હજુ સુધી એ સામે નથી આવ્યું કે, આ યુવક કોણ છે અને તેને કઈ બાબતે બ્લેકમેલ કરતો હતો. 

પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી હતી 2 - image

આ પણ વાંચોઃ સુરત પાલિકાની સુમન શાળાની 12 ટીમો 'વર્લ્ડ સ્ટેમ એન્ડ રોબોટિકસ ઓલિમ્પિયાડ'ની નેશનલ ટુર્નામેન્ટમાં પહોંચી

પોલીસે હાથ ધરી તપાસ

આ મુદ્દે સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આ આપઘાતના બનાવને લઈને મુખ્યમંત્રીને યોગ્ય કાર્યવાહી માટે પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો અને શિક્ષિકાને વિકૃત યુવક દ્વારા વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. હાલ, પોલીસે આ બાબતને ધ્યાને લઈ તપાસ હાથ ધરી છે. આ સિવાય યુવતી દ્વારા કોઈ સુસાઇડ નોટ કે વીડિયો બનાવ્યો છે કે કેમ તે વિશે પણ શોધખોળ ચાલી રહી છે. 

Tags :