વિરમગામના આનંદ બાલ મંદિરથી મોઢની શેઠ ફળી માર્ગ પર ગંદા પાણીની રેલમછેલ
પાલિકાને
રજૂઆત છતાં ૨૦ દિવસથી સમસ્યા અધ્ધરતાલ
ગટરના
ગંદા પાણી રસ્તા પર ભરાઈ રહેતા વિસ્તારમાં મચ્છર સહીત જીવજંતુનો ઉપદ્રવ વધ્યો
વિરમગામ -
વિરમગામના આનંદ બાલ મંદિરથી મોઢની શેઠ ફળી માર્ગ પર ૨૦
દિવસથી ગટરના ગંદા પાણીની રેલમછેલ થઇ રહી છે છતાં પાલિકા તંત્ર સમસ્યાનો ઉકેલ
લાવવામાં નિષ્ફળ રહ્યું છે. ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાઈ રહેતા વિસ્તારમાં મચ્છર
સહીત જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે.
વિરમગામ
શહેરના આનંદ બાલ મંદિરથી મોઢની શેઠ ફળી સુધી ભૂગભ ગટરના ગંદા પાણીની નિત્ય
રેલમછેલથી સ્કૂલે જતા વિદ્યાર્થીઓ,
રાહદારીઓ, વાહન ચાલકો અને આ વિસ્તારમાં રહેતા
લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના પાણીથી આ
વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. ગટરના ગંદા પાણી ભરાઈ જવાના કારણે
મચ્છર સહીત જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે.
આ
વિસ્તારમાં ગટરના ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે
નિષ્ફળ નીકળ્યું છે. આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. આ
વિસ્તારમાં આનંદ બાલ મંદિર,
દિવ્ય જ્યોત વિદ્યાવિહાર એમ બે સ્કૂલ આવેલી છે જેમાં મોટી સંખ્યામાં
વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. આ વિસ્તારમાં છેલ્લા ૨૦ દિવસ ઉપરાંતથી નિત્ય
ભૂગર્ભ ગટર ઉભરાય છે જેના કારણે વાલીઓ ચિંતિત બન્યા છે. આ બાબતે પાલિકા તંત્રને
ઘણીવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર નિરાકરણ લાવવામાં વામણુ પુરાવા સાબિત થયું
છે. નગરપાલિકા તંત્ર વહેલી તકે વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવે
તેવી આ વિસ્તારના રહીશોઅને વાલીઓની પ્રબળ માગણી છે.