Get The App

સુરતમાં ફોરેસ્ટ ઓફિસર પર ફાયરિંગનો કેસ, કોર્ટે આત્મસમર્પણની અરજી ફગાવતા પતિની ધરપકડ

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
સુરતમાં ફોરેસ્ટ ઓફિસર પર ફાયરિંગનો કેસ, કોર્ટે આત્મસમર્પણની અરજી ફગાવતા પતિની ધરપકડ 1 - image


Surat News : સુરતમાં વન વિભાગના અધિકારીને માથામાં ગોળી વાગી હોવાની ઘટના ગત 6 નવેમ્બરના રોજ સામે આવી હતી. આ કેસમાં પોલીસે RFOના પતિ નિકુંજ ગોસ્વામીની ધરપકડ કરી છે. આરોપી નિકુંજે આત્મસમર્પણની અરજી અરજી કરતાં સુરત કઠોર કોર્ટે અરજી ફગાવી હતી. 

સુરતમાં ફોરેસ્ટ ઓફિસર પર ફાયરિંગનો કેસ

મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં કામરેજ-જોખા રોડ પર વન વિભાગના અધિકારી RFO સોનલ સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.  સોનલ સોલંકી ઘટનાના દિવસે અડાજણ જવા નીકળ્યા હતા. તેવામાં તેમની કાર ઝાર સાથે ભટકાયેલી હાલતમાં જોવા મળી હોવા અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. 

કોર્ટે આત્મસમર્પણની અરજી ફગાવતા RFOના પતિની ધરપકડ

સમગ્ર કેસમાં સોનલ સોલંકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હોસ્પિટલમાં સિટીસ્કેન કરતાં માથામાં ગોળી વાગી છે. સમગ્ર ઘટનામાં અકસ્માત નહીં પણ ફાયરિંગ થયું હોવાનું જણાતાં પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી છે. હાલ તો સોનલ સોલંકીના પતિની પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: અમદાવાદના મેમનગરમાં ચકચારી બનાવ: બે અજાણ્યા શખ્સોએ ધક્કો મારતા 55 વર્ષીય આધેડનું મોત

તમને જણાવી દઈએ કે, કામરેજ પોલીસ સ્ટેસનમાં થોડા દિવસ પહેલા RFO સોનલે તેમની કારમાંથી મળી આવેલા GPS ટ્રેકર મામલે અજાણ્યા શખસો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. RFO સોનલના કૌટુંબિક તકરાર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેવામાં ફોરેસ્ટ અધિકારીને માથાના ભાગે કઈ રીતે ગોળી વાગી કે શું છે સમગ્ર મામલો, તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags :