ધોળકામાં સ્નેહા કોમ્પ્લેક્સ પાસેના દબાણો આખરે દૂર થયા
- શહેરના તમામ માર્ગો પર દબાણ દૂર કરવા માંગ
- ફૂટપાથ પરના દબાણો કેટલા દિવસ દૂર રહેશે તેને લઇને વેપારઓમાં ચિંચા
ધોળકા : ધોળકા શહેરમાં કલિકુંડ વિસ્તારમાં આવેલા સ્નેહા કોમ્પ્લેક્સ પાસે પાલિકા તંત્રએ સતત ચાર દિવસ સુધી ઝુંબેશ ચલાવી દબાણો દૂર કર્યા છે. જોકે, દબાણ હટાવો ઝુંબેશ કેટલા દિવસ સફળ રહેશે તેને લઇ વેપારીઓમાં અસમંજસ છે.
ધોળકા કલિકુંડ વિસ્તારમાં આવેલા સ્નેહા કોમ્પ્લેક્સ પાસે ફૂટપાથ પર લારી ધારકોના કરેલા દબાણ પાલિકા તંત્રને હટાવ્યા હતા. તેના એક દિવસ બાદ જ રિક્ષા ચાલકો સહિત ખાનગી વાહન ચાલકોએ અડિંગો જમાવતા બકરૂ કાઢતા ઉઠ પેઠુ તેવો ઘાટ સર્જયો હતો. જે અંગેના અહેવાલ સમાચારપત્રમાં પ્રસિદ્ધ થતાં કલિકુંડ-મફલીપુર ઝોનલ ઓફિસર તથાં તેની ટીમે સતત ચાર દિવસ સુધી કાર્યવાહી કરી લારીધારકોને દુકાનદારો અને અન્ય વાહન ચાલકોને અડચણ ઉભી ન થાય તેવી જગ્યાએ ઊભા રહેવાની સુચના આપી હતી અને રસ્તો ખુલો કરાવ્યો હતો. જેનાથી વેપારી વર્ગ અને રાહદારી તેમજ વાહન ચાલકોને હાશકારો થયો હતો. જોકે, હવે જોવાનું એ રહ્યું કે આ દબાણ હટાવો ઝુંબેશ કેટલા દિવસ સફળ રહેશે. પાલિકા તંત્ર કાયમી ધોરણે આ દબાણ હટાવવામાં સફળ રહ્યું છે કે કેમ તે આવનારા દિવસોમાં જોવા મળશે. બીજી તરફ ધોળકા શહેરમાં આવેલા તમામ માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ઊભી કરતા દબાણો દૂર કરી માર્ગોને ખુલા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.