લાલપુર તાલુકાના રાસંગપર ગામની શિક્ષિકા એકાએક લાપતા બની જતાં પોલીસ દ્વારા શોધખોળ કરાઈ
Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં રહેતી એક શિક્ષિકા, કે જે શાળાએ જવા માટે ઘેરથી નીકળ્યા પછી એકાએક લાપત્તા બની ગઈ છે, જેથી પરિવાર ચિંતામાં મુકાયા છે, અને મેઘપર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવાઈ છે.
લાલપુર તાલુકાના રાસંગપર ગામમાં રહેતી જ્યોત્સનાબેન નાગજીભાઈ બગડા નામની 28 વર્ષની અપરિણીત શિક્ષિકા યુવતી, કે જે રાસંગપર ગામના પાટીયા પાસે ઈશ્વરીયા મહાદેવના મંદિરની પાછળ આવેલી આદેશ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ આવે છે. જે ગત 17-7-2025 ના સવારના 9.00 વાગ્યાના સમયે સ્કૂલે જવાનું કહીને પોતાના ઘેરથી નીકળી હતી. ત્યારબાદ એકાએક લાપતા બની ગઈ છે. પરિવારજનો દ્વારા તેના સગા સંબંધી સહિતના તમામ સ્થળોએ તપાસ કરી લીધી હતી, પરંતુ તેણીનો કોઈ પત્તો સાંપડ્યો ન હોવાથી આખરે જામનગરના મેઘપર-પડાણા પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને ગુમ થઈ ગયા ની ફરિયાદ કરી હતી, જેના અનુસંધાને મેઘપર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યોત્સનાબેન બગડાને શોધી રહ્યો છે.