Get The App

વડોદરામાં યુવક પર હુમલો કરનાર 4 માથાભારે આરોપીને પોલીસ દ્વારા સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં યુવક પર હુમલો કરનાર 4 માથાભારે આરોપીને પોલીસ દ્વારા સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું 1 - image


Vadodara Police : વડોદરા શહેરના હરણી વારસીયા રીંગ રોડ પર આવેલા સવાદ ક્વાર્ટર્સમાં મિત્રને મળવા આવેલા ખોડીયાર નગરના યુવક સાથે જૂની અદાવતે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ચાર માથાભારે ઈસમો તેને માર માર્યા બાદ ચાકુના ઘા ઝીંકીને જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયા હતા. આ ચાર ઈસમોની વારસિયા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી અને આજે ચાર આરોપીઓને સવાદ ક્વોટસમાં લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. 

વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા સ્વાદ ક્વાટર્સમાં ગૌરવ હરે રામસિંગ નામના યુવક પર નાણાની જુની અદાવતે ચાર શખ્સોએ હુમલો કર્યા ચાકુના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. ત્યારે વારસીયા પોલીસે યુવક પર હુમલો કરનાર સંકેત ઉર્ફે કાંચો અશોકભાઇ રાજ (રહે.પર આમ્રપાલી સોસાયટી વૈકુંઠ-2 ની અંદર આજવા રોડ બાપોદ વડોદરા શહેર), સુમિત ઉર્ફે સ્ટફ નરેશભાઈ મકવાણા (રહે-304, પાલ્મ વ્યુ ફ્લેટ, સયાજીપુરા, બાપોદ વિસ્તાર, વડોદરા), નિતિશ ઉર્ફે બાબા દિનેશ સિંગ (રહે-420 લક્ષ્મીનગર સોસાયટી, રઘુકુળ સ્કુલની પાછળ, આજવા રોડ, બાપોદ, વડોદરા, શહેર મુળ રહે.પોની હસનપુર ગામ તા.જી.વૈશાલી બિહાર રાજ્ય),

વિશાલ હરીશભાઇ શ્રીમાળી (રહે.81/એ પોલીસ કોલોની વારસીયા રીંગ રોડ વડોદરા શહેર) ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ ચારે આરોપીઓ ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. જેમાં આરોપી સંકેત ઉર્ફે કાંચો અશોકરાજ પાણીગેટ પોલીસ સ્ટેશન, હરણી, વારસીયા, સિટી પોલીસ, ફતેગંજ સહિત આણંદના આંકલાવમાં ગુન્હામાં સંડોવાયેલો છે. સુમિત નરેશભાઇ મકવાણા અને નિતિશ ઉર્ફે બાબા દિનેશ સિંગ વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલી છે. જ્યારે આરોપી વિશાલ હરીશભાઇ શ્રીમાળી વલસાડ પારડી અને વડોદરા ડી.સી.બી, સીટી પોલીસ મથકમાં ગુનાં નોંધાયેલા છે. વારસિયા પોલીસે આજે 18 સપ્ટેમ્બરના રોજ ચાર આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.

Tags :