For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

PM મોદી આજે પણ અમદાવાદમાં યોજશે ભવ્ય રોડ શો, ભદ્રકાળી મંદિરે ઝુકાવશે શીશ

Updated: Dec 2nd, 2022


અમદાવાદ,તા. 2 ડિસેમ્બર 2022,શુક્રવાર  

ગુજરાત ઈલેક્શનમાં બીજેપીના હાથમાં સત્તા છૂટવાની આશંકા અને સ્થાનિક સંગઠન પર પુરતો વિશ્વાસ ન હોવાને કારણે અંતે બીજા ચરણમાં પ્રચારની કમાન બીજેપીની બેસ્ટ જોડી મોદી અને શાહે સંભાળી છે. કેન્દ્રિય મંત્રીઓની સભા અને પ્રચાર-પ્રસારમાં ચકડા ઉડતા જોવા મળતા મોદી-શાહ અકળાયા હતા પરંતુ ટિકિટો કપાતા અને અન્ય ગેરલાયક ઉમેદવારો ઉભા કરાતા અંદરખાને ઉકળતા ચરૂની ભાળ લઈને પીએમ મોદીએ જ બીજેપીના ગઢ ગણાતા અમદાવાદ સહિતના અર્બન શહેરો અને આદિવાસી વિસ્તારમાંથી મત અંકે કરવા જાતે જ કમાન પોતાના હાથમાં લીધી છે.

બીજેપીના દરેક ચૂંટણીના સ્ટાર પ્રચાર રહેતા અને જેમના નામે મત પડે છે તેવા વડાપ્રધાન મોદીએ 2002 બાદ પ્રથમ વખત મત મેળવવા માટે અમદાવાદ જેવા શહેરમાં રોડશો કરવાની ફરજ પડી છે. ચૂંટણી ઈતિહાસના સૌથી મોટા 32 કિલોમીટરના મેરાથોન રોડશોમાં જનમેદની ઉમટતા ફરી બીજેપીનો પાયો મજબૂત જણાતા આજે બીજા તબક્કાના પ્રચારના અંતિમ દિવસે શુક્રવારે નરેન્દ્ર મોદી બીજો રોડ શો યોજી શકે છે.

મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી આજે અમદાવાદમાં શાહીબાગથી ચૂંટણીની છેલ્લી સભાના સ્થળ સરસપુર સુધી રોડ શો યોજી શકે છે. સંભાવિત 11 કિલોમીટરનો આ રોડશો શાહીભાગથી લઈને સરસપુર વિક્રમ મિલ કમ્પાઉન્ડ સુધી હશે.

PM મોદીનો આજે સાંજે 4 વાગ્યે અમદાવાદમાં રોડ શો યોજાવાની આધિકારી જાણકારી નથી મળી પરંતુ ગઈકાલના નગરજનોના ઉત્સાહને જોતા આજે વધુ એક રોડશો દ્વારા અમદાવાની તમામ બેઠકો માટે મજબૂત કિલ્લો ઠોકી શકે છે. મોદી અમદવાદની નગર દેવી ગણાતા ભદ્રકાળી માતાના મંદિરે શિશ ઝૂકાવશે.


આ રોડ શોનો સંભવિત માર્ગ નીચે મુજબ છે :

  • શાહીબાગથી સભાસ્થળ સરસપુર સુધી યોજાશે રોડ શો 
  • ભદ્રકાળી માતાના દર્શન કરશે PM મોદી
  • દિલ્લી દરવાજા, દિલ્લી ચકલા, ભદ્રકાળી મંદિર
  • ખમાસા, આસ્ટોડિયા દરવાજા, રાયપુર દરવાજા
  • રાયપુર દરવાજા, સારંગપુરથી સરસપુર રોડ શો
Gujarat