For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જુગારમાં પકડાયેલા ભાજપના સભ્યના મોટા નેતાઓ સાથેના ફોટા વાયરલ કરી ઉધડો લેવાયો

સભ્ય દારુ-જુગારમાં સંડોવાયેલા છે, હજી કોઇ કાંડની રાહ જોવી છે ?

Updated: Sep 13th, 2021

Article Content Image

શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ ભીખડીયા ચૂંટાયા પહેલા દારુની મહેફિલનો વિવાદ થયો હતોઃ વિપક્ષે સસ્પેન્ડ કરવા માંગણી કરી

        સુરત,

સુરત મ્યુનિ. સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચુંટણી બાદ ભાજપ પ્રેરિત અપક્ષ સભ્ય ગઈકાલે મોડી રાત્રે જુગાર રમતા ઝડપાયા હતા. સોશ્યલ મિડિયામાં ભાજપના મોટા નેતાઓ સાથેના સભ્યના ફોટા વાઈરલ થઈ રહ્યા ંછે. તો બીજી તરફ વિપક્ષ આપે મેયરને રજુઆત કરીને આવા સભ્યને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી.

સુરત મ્યુનિ.ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ ભીખડીયા ચુંટાય તે પહેલાં દારૃની મહેફીલના કારણે વિવાદમાં આવી ગયા ંહતા. ફોર્મ મંજુર થયાં બાદ તેમની દારૃની મહેફીલનો વિડિયો વાઈરલ થયો હતો. જોકે, વિપક્ષના સભ્યોના ક્રોસ વોટીંગને પગલે દારુની મહેફિલના વિડીયો ફેઇમ ભાજપ પ્રેરીત ઉમેદવાર રાકેશ ભીખડીયાનો વિજય થયો હતો. મહેફિલનો વિવાદ શાંત પડે તે પહેલા તેઓ જુગાર રમતા પોલીસના હાથે ગત રાતે ઝડપાઇ ગયા હતા.

જેને પગલે આજે વિપક્ષ આપે આજે તેમને સસ્પેન્ડ કરવા માટે મેયરને રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું કે, આ સભ્ય પહેલાં દારૃ અને હાલ જુગારમાં ઝડપાયા છે હજી આપણે બીજા કાંડની રાહ જોઈએ છીએ? જોકે, મેયરે તપાસ કરીએ છીએ, વિચારણા કરીશું તેવો ઠંડો જવાબ આપતા વિપક્ષના એક સભ્યએ ઘાંટા પાડીને રજૂઆત કરવાનું શરૃ કર્યું હતું. પણ તેમને તેમ કરતા અટકાવી દેવાયા હતા. બીજી તરફ રાકેશ ભીખડીયાના જુગાર કાંડ બાદ તેમના ભાજપ પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના અન્ય નેતાઓ સાથેના ફોટા સોશ્યલ મિડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે અને લોકો પણ ભાજપની પસંદગી મુદ્દે ઉધડો લેવા લાગ્યા છે.

Gujarat