પાંડેસરા: દશ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણે ને હત્યાના ગુનામાં ફાસીની સજા

- ભોગ બનનારને 15 લાખ નુ વળતર ચૂકવવા હુકમ
(પ્રતિનિધિ દ્વારા)સુરત,શુક્રવાર
ડીસેમ્બર-2020માં પાડેસરા વિસ્તારમાં રહેતી દશ વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી બળાત્કાર ગુજારી હત્યા કરનાર આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ આજે સ્પીડી ટ્રાયલ ચાલી જતાં એડીશ્નલ સેશન્સ જજ એ.એન.અંજારીયાએ આરોપીને તમાઆ ગુનામાં દોષી ઠેરવી આજે હત્યાના ગુનામાં કેપીટલ પનીશમેન્ટ એટલે કે ફાસીની સજા તથા 15 લાખ ભોગબનનાર ને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.જ્યારે બળાત્કાર ના ગુનામા આજીવન કેદ તથા દંડનો હુકમ કર્યો છે.
શું હતી ઘટના
પાડેસરા વિસ્તારમાં તા.7ડીસેમ્બર 2020ના રોજ પોતાના ઘર પાસે એકલી રમતી દશ વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપીને આરોપી દિનેશ દશરથ બૈસાણે બદકામના ઈરાદે ઉધના બીઆરસી કમ્પાઉન્ડ ની ઝાડીમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.જે દરમિયાન બાળકીએ તેના મો પર આરોપીએ રાખેલી આગળી કરડી ખાતા આરોપીએ ઉશ્કેરાઈ ને તેના માથા પર ઈંટના 7 જીવલેણ ઘા મારીને હત્યા કરી નાસી છૂટ્યો હતો. જેથી પાડેસરા પોલીસે ભોગ બનનાર બાળકીના વાલીની ફરિયાદ ના આધારે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી દિનેશ બૈસાણેની અપહરણ,દુષ્કર્મ આચરી હત્યા કરવા તથા પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.
આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ સુરત પોલીસે 15 દિવસમાં 232 પાનાની ચાર્જશીટ રજૂ કરી ફરિયાદ પક્ષના કેસને પુરવાર કરવા મહત્વ ના 45 જેટલા પંચ સાક્ષી ઓનુ લીસ્ટ રજૂ કર્યુ હતું. જેમાં ભોગ બનનાર ના વાલીઓ,સીસીટીવી ફૂટેજ અંગે એફ . એસ .એલ. ના તજજ્ઞો ના પુરાવા,તબીબી અને સાયોગિક પુરાવા તથા ઘટનાસ્થળ અને આરોપીના અટક પંચનામાના સાક્ષી ઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આરોપી દિનેશ બૈસાણે વિરુદ્ધ ચાર્જફ્રેમની કાર્યવાહી બાદ સરકાર પક્ષે મુખ્ય જીલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપી સામે ગણતરીની કેસ કાર્યવાહી ની મુદતોમા 45 સાક્ષી ઓની જુ બાની લઈ ને કેસ કાર્યવાહી પુરી કરી હતી.આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ તથા સરકાર પક્ષની દલીલો બાદ કોર્ટે સંભવિત ચૂકાદો આજે તા. 10 ડીસેમ્બર સુધી મુલતવી રાખ્યો હતો.આજે બપોરે કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી સજાના હુકમ માટે સરકાર પક્ષ તથા આરોપીના બચાવ પક્ષની દલીલો સાભળીને મુલતવી રાખેલો ચૂકાદો આજે જાહેર કર્યો છે.

