For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વડોદરા: લિફ્ટ અને દીવાલ વચ્ચે દબાઈ જતા કલરકામ કરતા કારીગરનું મોત

Updated: Sep 25th, 2022

Article Content Image

વડોદરા, તા. 25 સપ્ટેમ્બર 2022 રવિવાર

ડભોઇમાં મહુડી ભાગોળ વિસ્તારમાં કજીવાલા મસ્જિદ પાસે તોસિફ ઇબ્રાહિમ સખીવાલાની તિજોરીની દુકાનમાં 52 વર્ષના શરીફ છોટુભાઈ મિર્ઝા (રહે.નાંદોડી ભાગોળ, ડભોઈ) લિફ્ટ ઉપર બેસી કલરકામ કરતાં હતાં. 

દરમિયાન લિફ્ટની નીચે ઉતરવા માટે લિફ્ટને નીચે જવાનું બટન દબાવવા જતા ભૂલથી ઉપર જવાનું બટન દબાવતા લિફ્ટ અને બીજા માળની છત વચ્ચે શરીફભાઈ દબાઈ જતા તેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે શરીફભાઈનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


Gujarat