For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તારે રોડ પર નીકળવું ભારે પડી જશે: પ્લાસ્ટીક બોટલના ધંધાર્થીને નાંણાકીય લેતીદેતીમાં જૂના ભાગીદારની ધમકી

Updated: Nov 26th, 2021

Article Content Image


- અગાઉ ફોન પર ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચતા સમાધાન કરી લીધું, મારા રૂપિયા નહીં આપે તો પતાવી દઇશ

સુરત
પ્લાસ્ટિકની બોટલમાં ધંધામાં ભાગીદારી છુટી કર્યા બાદ ખોટી રીતે હિસાબ પેટે રૂ. 3 લાખની ઉઘરાણી કરી તારે રોડ પર નીકળવું ભારે પડી જશે, તને પતાવી દઇશ તેવી ધમકી ઉચ્ચારનાર પૂર્વ પાર્ટનર વિરૂધ્ધ અમરોલી પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
નાના વરાછાની કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા અને પ્લાસ્ટિકની બોટલનો રીસેલનો ધંધો કરતા નરેશ પોપટ મોરજા (ઉ.વ. 44 મૂળ રહે. ખાંભડા, જિ. બોટાદ) એ વિનુ નવસંગ ચૌહાણ (રહે. ગુ.હા. બોર્ડ, અમરોલી) સાથે પાંચેક મહિના અગાઉ અમરોલી-સાયણ રોડ પર વૃંદાવન વે બ્રિજ પાસે પ્લાસ્ટિકની બોટલ રીસેલનું ગોડાઉન ભાગીદારીમાં શરૂ કર્યુ હતું. જેમાં નરેશે રૂ. 12.94 લાખનું અને વિનુએ રૂ. 1.31 લાખનું રોકાણ કર્યુ હતું. ત્રણ મહિનામાં પાર્ટનરશીપ છુટી કરી હિસાબ પેટે નરેશે વિનુ પાસે રૂ. 2.19 લાખ લેવાના હતા પરંતુ વિનુએ રૂ. 3 લાખની ઉઘરાણી કરતો ધમકી ભર્યો ફોન કર્યો હતો.

Article Content Image

જેથી નરેશે પોલીસમાં અરજી કરતા તેઓ વચ્ચે સમાધાન થઇ ગયું હતું. પરંતુ પાંચેક દિવસ અગાઉ નરેશ ટેમ્પો લઇ અમરોલી શ્રીરામ ચાર રસ્તા પાસે ઉભો હતો ત્યારે વિનુ ત્યાં ઘસી આવી મારા રૂપિયા આપવાના છે કે નહીં, તારે રોડ પર નીકળવું ભારે પડી જશે, તને પતાવી દઇશ તેવી ધમકી આપતા નરેશે વિનુ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

Gujarat