For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હવે ભૂલથી પણ મંજુરી વિના કોઈપણ પ્રસંગમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કર્યો તો કાર્યવાહીની તૈયારી

હાઈકોર્ટમાં કરવામાં આવેલી ધ્વની પ્રદૂષણ અંગેની અરજીની સુનાવણીમાં કોર્ટે જવાબ માંગ્યો

Updated: Jan 26th, 2023

Article Content Image

અમદાવાદ, 26 જાન્યુઆરી 2023 ગુરૂવાર

રાજ્યના શહેરોમાં ધ્વની પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે જવાબ માંગ્યો હતો. અમદાવાદ સ્પે બ્રાંચના આસિસ્ટન્ટ કમિશ્નરે જવાબ રજૂ કર્યો હતો. પોલીસે હાઈકોર્ટમાં આ મુદ્દે સમયાંતરે જાહેર કરેલા જાહેરનામાની વિગતો રજૂ કરી હતી. વર્ષ 2020-22 દરમિયાન નોંધાયેલા ધ્વનિ પ્રદૂષણ અંગેના કેસની વિગતો રજૂ કરવામાં આવી હતી. 

હાઈકોર્ટમાં વધુ સુનાવણી 30 જાન્યુઆરીએ હાથ ધરાશે
પોલીસ દ્વારા હાઈકોર્ટમાં જણાવાયું હતું કે, જાહેરનામા ઉલ્લંઘન બદલ 5 ગુના નોંધવામાં આવ્યાં છે. તે ઉપરાંત ધ્વની પ્રદૂષણ અને મંજુરી વિના સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 30 જાન્યુઆરીએ હાથ ધરાશે. 

જવાબ રજૂ કરવા મુદ્દે સરકારે કોર્ટ પાસે સમય માંગ્યો
અગાઉ ધાર્મિક અને રાજકીય પ્રસંગોમાં ડી જે સહિતના લાઉડ સ્પીકરો કોઈ પણ જાતના નીતિ નિયમો વિના ઉપયોગમાં લેવાય છે. જેનાથી લોકોને ખૂબજ હેરાન ગતિ થતી હોવાની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો.  આ મુદ્દે જવાબ રજૂ કરવા મુદ્દે સરકારે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. હાઈકોર્ટે સરકારે સોમવારે આ મુદ્દે સોગંદનામુ રજૂ કરવા આદેશ કર્યો હતો.


Gujarat