For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નવરાત્રિના પહેલાં નોરતે જ વરસાદી ઝાપટા, ખેલૈયાઓના જીવ અદ્ધરતાલ

Updated: Sep 26th, 2022

Article Content Image

અમદાવાદ,તા. 26 સપ્ટેમ્બર 2022, સોમવાર 

કોરોનાના બે વર્ષ બાદ માંડ ગરબા રમવા ખેલૈયાઓ મનમુકીને ઝુમવા માટે તૈયાર છે, માર્કેટમાં પણ છેલ્લાં બે દિવસોમાં નવરાત્રિની ધુમ ખરીદી જોવા મળી ત્યારે હવે આજે 26 સપ્ટેમ્બરે નવરાત્રીનું પહેલું નોરતું છે. ત્યારે આ નવરાત્રિમાં એકમાત્ર વરસાદનું વિધ્ન આડે આવી શકે છે.

Article Content Image

અમદાવાદના શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદમાં છવાયું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હાટકેશ્રવર ખોખરા-મણિનગર-અમરાઈવાડી જશોદાનગર Ctm વટવા-ઘોડાસર-ઈશનપુર વસ્ત્રાલ સહિતના વિસ્તારોમા વરસાદી ઝાપટાં પડ્યાં છે. પૂર્વ વિસ્તારના ઇસનપુર, વટવા,નારોલ,જશોદા નગર,મણીનગરમાં છવાયું વાદળ છાયું વાતાવરણ છે. ગુજરાતના દરેક શહેરો-ગામડામાં આ વર્ષે નવરાત્રિને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આ લાખો ખેલૈયાઓ નિરાશ થાય તેવી આગાહી થઈ છે. 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

Gujarat