લિંબાયતમાં લૂમ્સના બંધ ખાતામાં આગ લાગ્યા બાદ પ્રચંડ ધડાકો


- મહાપ્રભુનગરમાં વહેલી સવારે ઘટનાથી આસપાસના લૂમ્સ ખાતાના કારીગરોમાં પણ ભાગદોડ મચી ગઇ

સુરત :

લિંબાયતમાં આવેલા એક લૂમ્સના કારખાનામાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળ્યા પછી જોરદાર ધડકો થયો હતો. જેના લીધે આજુ બાજુના કારખાનામાં કામ કરતા કારીગરોમાં ભાગદોડ મચી ગઈ હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયતના મહાપ્રભુનગરમાં  સંચા ખાતામાં આજે વહેલી સવારે અચાનક આગ ભભુકી ઉઠી હતી. બાદમાં ખાતા માંથી જોરદાર અવાજ સાથે ધડાકો થયો હતો.જેથી આજુ બાજુના લોકોમાં નાસભાગ થઇ જવા પામી હતી. જયારે આગના લીધે વધુ પ્રમાણમાં ધુમાડો નીકળતો હતો. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા ડુંભાલ અને માનદરવાજા ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર કાફલો ઘટના સ્થળે  પહોંચી અધડો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો.ફાયર ઓફિસર મનોજએ જણાવ્યું કે મશીનની મોટરમાં શોર્ટ સકટ થતા આગ લાગી હતી.આગને કારણે મોટર અને ફીરકા,વાયરીંગ સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયુ હતુ. કાપડનો જથ્થો, મસીન સહિતના બચાવી લેવામાં આવ્યો હતો. આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાનિ થઇ ન હતી.

City News

Sports

RECENT NEWS