Get The App

જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે વગર વરસાદે ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકોમાં દેકારો

Updated: Jul 16th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા પાસે વગર વરસાદે ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકોમાં દેકારો 1 - image


Jamnagar : જામનગરમાં શંકર ટેકરી પાણીના ટાંકા નજીકના વિસ્તારમાં આવેલા મોમાઈ માંના મંદિરવાળી શેરીમાં આજે સવારે ભૂગર્ભ ગટરની સફાઈ થઈ ન હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગટરના ગંદા પાણી ફરી વળ્યા હતા, અને વગર વરસાદે ઉપરોક્ત વિસ્તાર પાણી-પાણી થઈ ગયો હતો.

ઉપરાંત તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી ઉપરોક્ત વિસ્તારમાં વસવાટ કરતા નાગરીકો એ ભારે નારાજગી વ્યક્ત કરી છે, અને આ વિસ્તારની ભૂગર્ભ ગટરની તાકીદે સફાઈ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.


Tags :