Get The App

સેબી-આરબીઆઇની મંજૂરી વિના વિદેશમાં નાણાં મોકલવાના ચકચારી કૌભાંડમાં જામનગરના યુવાનની ધરપકડ

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
સેબી-આરબીઆઇની મંજૂરી વિના વિદેશમાં નાણાં મોકલવાના ચકચારી કૌભાંડમાં જામનગરના યુવાનની ધરપકડ 1 - image

Jamnagar: સેબી-આરબીઆઈની મંજૂરી વિના ઉંચા વળતરના નામે રોકાણ કરાવી રૂપિયા દુબઈ મોકલવાના કૌંભાંડમાં સુરત સાયબર ક્રાઈમ પોલીસે જામનગરના એક શખ્સની ધરપકડ કરી છે. જે અગાઉ ઝડપાયેલા ડેનીશ ધાનકનો સાળો છે. અને તે ડેનીશના નાણાંકીય અને આંગડિયાના વ્યવહારો સંભાળતો હતો, 

સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉત્રણ પ્રગતિ આઈટી પાર્કના બી બિલ્ડીંગ અને રાજકોટના 150 ફૂટ રીંગરોડ સ્થિત શીતલ પાર્ક ચોકના ધ સ્પાયર-2 માં વર્ષ 2022 થી ધમધમતી આઈવી ટ્રેડ, સ્કાયગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ, પ્રાવીયો સોલ્યુશન, પ્રાઈવેટ લિમીટેડ અને ડીજી પોકેટ સોલ્યુશન પ્રાઈવેટ લિમીટેડ નામની કંપનીમાં સાયબર ક્રાઈમે દરોડા પાડયા હતા. માસિક 7 થી 11 ટકા ઉંચા વળતરની લાલચ આપી શેરબજાર અને કરન્સી માર્કેટમાં રોકાણના નામે કરોડો રૂપિયા ઉઘરાવી દુબઈથી આચરવામાં આવતા સાયબર ફ્રોડના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અને ઓફિસમાંથી પોલીસને મળેલા રૂ.40 લાખની રોકડ સહિતના ડોક્યુમેન્ટ્સ જેવા કે બેંક એકાઉન્ટની ડિટેઇલ્સ, ઓગડિયા થકીના વ્યવહારોની ચિઠ્ઠીના આધારે રૂ.335 કરોડના આર્થિક વ્યવહાર મળી આવ્યા હતા. 

આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલા સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ અને ડીજી પોકેટ સોલ્યુશન પ્રાઈવેટ લિમીટેડ કંપનીના માલિક નવીનચંદ્ર ધાનકના પુત્ર ડેનીશ ઉર્ફે હેમલ નવીનચંદ્ર ધાનક, પ્રાવીયો સોલ્યુશન પ્રાઈવેટ લિમીટેડના જયસુખ પાટોળીયા અને યશ પાટોળીયા પૈકી ડેનીશના સાળા અજય ઉર્ફે ગૌપાલ રાજેશભાઈ ભીંડી (ઉ.વ.31, રહે ફ્લેટ નં.બી-202, કાનન એપાર્ટમેન્ટ, પટેલ કોલોની, શેરી નં.4, સાઈરામ પાનની પછીની ગલી, જામનગર મુળ રહે મોચીસાર, સોની બજાર વાળી સાંકડી શેરી, ખંભાળીયા) ની ગઇકાલે ધરપકડ કરી હતી. તે ડેનીશના નાણાકીય અને આંગિડીયાના વ્યવહારો સંભાળતો હતો.

Tags :