For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતમાં કોરોનાના નવા 24 કેસ, 31 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 98.75 ટકા

Updated: Aug 5th, 2021

Article Content Imageગાંધીનગર, 5 ઓગસ્ટ 2021 ગુરૂવાર 

રાજ્યમાંથી કોરોના હવે વિદાય લઇ રહ્યો હોય તેવું સરકારી આંકડા જોતા પ્રતિત થાય છે. આજે રાજ્યમાં કોરોનાના માત્ર 24 કેસ નોંધાયા છે. જ્યારે 31 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ કુલ 206 એક્ટિવ કેસ છે, જ્યારે 06 દર્દી વેન્ટિલેટર પર છે. અને 200 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,696 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે આજે પણ કોરોનાનાં કારણે એક પણ દર્દીનું મોત થયું નથી, તેથી કુલ મૃત્યુંઆંક 10076 પર સ્થિર છે. રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા છે.  

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 5,  તાપીમાં બે, અમદાવાદમાં એક, બનાસકાંઠામાં એક, ભરૂચમાં એક, ભાવનગરમાં એક, દાહોદમાં એક, જૂનાગઢમાં એક, વડોદરામાં એક, વલસાડમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે.

રાજ્યનાં કેટલા જિલ્લાઓ એવા પણ છે જ્યાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જેમાં અમરેલી, ગીર સોમનાથ, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, પોરબંદર, પાટણ, જામનગર,જૂનાગઢ કોર્પોરેશન, નવસારી, સુરત, સુરેન્દ્રનગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ હેઠળ આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 161 લોકોને પ્રથમ ડોઝ અને 7561 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 થી વધારેની ઉંમરના 114563 નાગરિકોને રસીનો પ્રથમ અને 73187 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના નાગરિકોને 3,52,483 દર્દીઓને રસીનો પ્રથમ જ્યારે 33491 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજે કુલ 5,81,446 લોકોને રસી લગાવવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3,50,01,034 ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે.

Gujarat