For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વેક્સિનના બંને ડોઝમાં અઠવા ઝોન 84%, રાંદેર 72% સાથે અગ્રેસર

Updated: Nov 15th, 2021

Article Content Image

વરાછા, લિંબાયત અને કતારગામ ઝોનના લોકો બીજો ડોઝ લેવામાં સૌથી વધુ ઉદાસિન

        સુરત,

બન્ને ડોઝના વેક્સીનેશનમાં અઠવા એન રાંદેર ઝોનના લોકો અગ્રેસર છે જ્યારે વરાછા, લિંબાયત અને કતારાગમ ઝોનના લોકો બીજો ડોઝ લેવામાં વધુ ઉદાસિન જોવા મળી રહ્યાં છે.

સુરત મ્યુનિ. વિસ્તારમાં પહેલો ડોઝ લીધો હોય અને 84 દિવસના સમયગાળા કરતાં વધુ સમય પુરો થયો હોવા છતાં હજી પણ 6.64 લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી. બીજો ડોઝ ન લેવામાં સૌથી અગ્રેસર વરાછા એ ઝોન છે જેમાં 20000થી વધુ લોકોએ બીજો ડોઝ લીધો નથી. આ ઉપરાંત કતારગામ ઝોનમાં 18397 અને લિંબાયત ઝોનમાં 16618 લોકોએ બીજો ડોઝ લીધો નથી. સુરત મ્યુનિ.ના અઠવા  ઝોનમાં બન્ને  ડોઝ લીધા હોય તેવા લોકોની સંખ્યા સૌથી વધુ છે અઠવા ઝોનમાં 84 ટકા લોકોએ બન્ને ડોઝ લીધા છે જ્યારે રાંદેર ઝોનમાં 72 ટકા લોકોએ બન્ને ડોઝ લીધા છે.

Gujarat