થાનના અભેપર ગામમાં સરકારી જમીનમાંથી ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપાયું
- જેસીબી, ડમ્પર, ટ્રેકટર, સહિત રૂ. 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત
- જમીનની
માપણી અને સર્વે હાથ ધરી ભૂમાફિયાઓ પાસેથી દંડ વસૂલાશેઃ લેન્ડ ગ્રેબિંગનો ગુનો
દાખલ કરી કાર્યવાહી હાથ ધરાશે
સુરેન્દ્રનગર : થાનના અભેપર ગામમાં સરકારી જમીનમાં ચોટીલાના પ્રાંત અધિકારી સહિતની ટીમે દરોડો પાડી ગેરકાયદે સફેદ માટીનું ખનન ઝડપી પાડયું હતું. તંત્રની ટીમે જેસીબી, ડમ્પર, ટ્રેકટર, સહિત રૂ.૧.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ જમીનની માપણી અને સર્વે હાથ ધરી ભૂમાફિયાઓ પાસેથી દંડ વસૂલાશે અને લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે.
થાન
તાલુકાના અભેપર સહિત આસપાસના ગામોમાંથી મોટાપાયે ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે સફેદ
માટી સહિતનું ખનન થતું હોવાની ફરિયાદો ઉઠતા ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા
તેમજ થાન મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા અભેપર ગામના તળાવ તરીકે ઓળખાતા સરકારી
સર્વે નંબર ૪, ૧૧૪ તેમજ ૧૧૫ વાળી જમીનમાં રેઈડ કરી હતી.
જે
દરમ્યાન સ્થળ પરથી ગેરકાયદે સફેદ માટીનુું ખોદકામ કરતું એક જેસીબી, એક ડમ્પર, ટ્રોલી સાથે એક ટ્રેકટર, બે બાઈક મળી કુલ રૂ.૧.૨૫
કરોડનો મુદ્દામાલ જપ્ત કરી થાન મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. તપાસ
દરમિયાન ખોદકામ કરનાર ચાર ભૂમાફિયાઓ ઘુઘાભાઈ મોહનભાઈ સોલંકી (ઝેઝરીયા) રહે.અભેપર,
ગોપાલભાઈ ઘુઘાભાઈ સોલંકી (ઝેઝરીયા) રહે.અભેપર, ગોબરભાઈ વાઘાભાઈ કોળી (રહે.સોનગઢ) અને મહેશભાઈ ખમાભાઈ કોળી (રહે.અમરાપર)ના
નામો બહાર આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે ખનન અંતર્ગત માપણી કરી
ગણતરી કરી ભૂમાફિયાઓ પાસેથી વસુલાત કરવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત ચારેય
ભૂમાફિયાઓ દ્વારા સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ કર્યું હોવાથી લેન્ડ
ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.