હાઈકોર્ટે નીચલી કોર્ટના 9 જજોને અવમાનનાની નોટીસ ઈશ્યુ કરી,2 જજોએ કહ્યું,હવે ધ્યાન રાખીશું

બે જજોએ જવાબ રજુ કરતાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી

Updated: Jan 24th, 2023અમદાવાદ, 24 જાન્યુઆરી 2023 મંગળવાર

ગુજરાત હાઈકોર્ટે આજે યોજાયેલી સુનાવણીમાં કાયદા શાસન મુદ્દે અગત્યનું અવલોકન કર્યું હતું. હાઈકોર્ટે નીચલી કોર્ટના 9 જજોને અવમાનનાની નોટીસ ફટકારી છે. હાઈકોર્ટના કડક તેવરથી કાયદા શાસ્ત્રીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાઈકોર્ટે કાયદો જ સર્વોપરી હોવાનું અવલોકન સુનાવણી દરમીયાન રજુ કર્યું હતું. 

જવાબને લઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરી
હાઈકોર્ટે નોટીસ ફટકાર્યા બાદ બે જજોએ પોતાનો જવાબ કોર્ટમાં રજુ કર્યો હતો. તેમણે આ પ્રકારે કોઈ અવમાનના નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. જજોના આ જવાબને લઈને કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. 

જજો પણ ન્યાય પ્રણાલીથી ઉપર નથી
1977થી ચાલી રહેલા જમીનના કેસમાં હાઈકોર્ટે નીચલી કોર્ટના 9 જજોને નોટીસ પાઠવીને ટકોર કરી હતી. કોર્ટે કહ્યું હતું કે જજો પણ ન્યાય પ્રણાલીથી ઉપર નથી. આ સુનાવણી દરમિયાન 9 પૈકીના બે જજોએ આગળથી ધ્યાન રાખવાની બાંહેધરી આપી હતી. 

    Sports

    RECENT NEWS