For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હજીરાની સરકારી ગૌચર જમીન ખાનગી કંપનીને ભાડે દેવાતા હાઇકોર્ટમાં ધા

Updated: Sep 22nd, 2022

Article Content Image

- સુરત ડીડીઓ સહિત ગાંધીનગર સુધી ફરિયાદ છતા કાર્યવાહી નહી થતા ગામની જમીન પરત મેળવવા સરપંચે ફરિયાદ કરી

            સુરત

હજીરા ગામની સરકારી ગૌચર જમીન પર ગેરકાયદે કબ્જો કર્યા બાદ આ જમીન ખાનગી કંપનીને ભાડે આપી દીધાની જિલ્લા વિકાસ અધિકારીથી લઇને ગાંધીનગર સુધી ફરિયાદો કરવા છતા કોઇ ઉકેલ નહીં આવતા ગામના ડેપ્યુટી સરપંચે આ જમીન પાછી મેળવવા માટે હાઇકોર્ટમાં ધા નાખી હતી.

હજીરાપટ્ટીના હજીરા ગામના સર્વે નં.૩૦૮/અ-૧ની ૧૭૧૯૯ ચો.મી જમીન સરકારી દફતરે ગૌચરણ તરીકે ચાલી આવેલ છે. આ જમીનનો વહીવટ ગ્રામ પંચાયત હજીરાને  સુપરત કરાયો છે. આ ગામની જમીન અંગે ગામના ડે.સરપંચ રોહિત પટેલે ત્રણ મહિના પહેલા સુરત જિલ્લા  વિકાસ અધિકારીથી લઇને ગાંધીનગર સુધી ફરિયાદ કરી હતી કે ગ્રામ પંચાયતની ગૌચર જમીનની બાજુમાં જ આવેલ ખાનગી જમીનના માલિકોએ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો છે. અને સરકારી જમીન હોવા છતા ખાનગી કંપનીને ભાડા પટ્ટે આપી દેવાઇ છે. આ સરકારી જમીન ઉપર સરપંચ, તલાટીના મેળાપીપણામાં ગેરકાયદે કબ્જો થયાના આક્ષેપ કરતી ફરિયાદ પણ જિલ્લા કલેકટરમાં કરાઇ હતી. પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી. તેમણે કરેલા આક્ષેપ મુજબ જે ખાનગી કંપનીને આ જમીન ભાડે અપાઇ છે. તે જમીન પર ૩ હજાર માણસ રહી શકે તેવી વસાહત બનાવવામાં આવશે. અને ગ્રામ પંચાયતની આ બાબતે કોઇ મંજુરી લીધી નથી. આથી ગ્રામજનોને સરકારી ગૌચર જમીન પરત મળે તે માટે તેમણે હાઇકોર્ટમાં અરજ કરી છે. જેની સુનાવણી આગામી ૧૩ ઓકટોબર ના રોજ હાથ ધરાશે. હાલ આ જમીનની કિંમત રૃા.૩૦ કરોડથી વધુની થાય છે. 

Gujarat