For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ્યના 42,000 ફિક્સ પગારદાર કર્મચારીઓને સરકારે આપી મોટી રાહત

Updated: Aug 17th, 2022

Article Content Image

અમદાવાદ, તા.17 ઓગસ્ટ 2022, બુધવાર   

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ મળનારી કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી દ્રારા સરકારના કર્મચારીને રાહત થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઇને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે.

  • નાણાં વિભાગના વર્ષ ૨૦૧૭ના ઠરાવ અંતર્ગત આ કર્મચારીઓને પણ તમામ લાભો મળશે
  • અંદાજે ૪૨ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે
  • વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણાશે.
  • હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે. 

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે,રાજ્ય સરકાર અધિકારી - કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭માં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો. હવે વર્ષ ૨૦૦૬ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે. 

જે મુજબ રાજ્યમાં વર્ષ-૨૦૦૬ પહેલા ફિકસ પગારની નિતી અન્વયે નિમણુંક પામેલા કર્મચારીઓની ફિકસ પગારની પાંચ વર્ષની સેવા હવે સળંગ ગણવામાં આવશે. 

આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તા. ૧૮/૧/૨૦૧૭ ના ઠરાવ મુજબ દર્શાવેલ બઢતી તેમજ ઉચ્ચત્તર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે. આ નિર્ણયથી અંદાજીત ૪૨,૦૦૦થી વધુ વર્ષ-૨૦૦૬ પહેલા નિમણુક પામેલા કર્મચારીઓને લાભ થશે. 

હવે આ કર્મચારીઓની પણ ફિકસ પગારની પાંચ વર્ષની સેવા, બઢતી ઉચ્ચત્તર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે. 

મંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયથી ૫૭૬ પંચાયત સહાયક/ તલાટી, ૧,૦૧૯ રહેમ રાહે નિમણુંક પામેલા કર્મચારીઓ, ૩૩૧ સ્ટાફ નર્સ, ૨૪૦૦ લોક રક્ષક અને ૩૮,૨૮૫ શિક્ષકો મળી કુલ ૪૨,૦૩૫ કર્મચારીઓને લાભ થશે.

Gujarat