For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ્યમાં કોરોના બન્યો બેકાબુ, આજે 1410 નવા કેસ, 16 દર્દીઓનું મોત, કુલ મૃત્યુઆંક 3289

Updated: Sep 18th, 2020

Article Content Imageગાંધીનગર, 18 સપ્ટેમ્બર 2020 શુક્રવાર

રાજ્યમાં કોરોનાની સ્થિતી પ્રતિદિન ચિંતાજનક બની રહી છે. આજે રાજ્યમાં 1410 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1293 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3289એ પહોંચ્યો છે. તો 1293 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને હરાવ્યો છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16108 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 98 છે. જ્યારે 16010 લોકો સ્ટેબલ છે. 101101 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં આજે કુલ 69077 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 36,78,350 ટેસ્ટ કરવામાં આવ્યા છે.  ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,20,498એ પહોંચી છે. રાજ્યમાં રિકવરી રેટ 83.90% ટકા છે.  

કોરોનાનાં સંક્રણણ પર નજર કરીએ તો આજે સુરત કોર્પોરેશન 176, અમદાવાદ કોર્પોરેશન 152, સુરત 110, જામનગર કોર્પોરેશન 104, રાજકોટ કોર્પોરેશન 98, વડોદરા કોર્પોરેશન 94, બનાસકાંઠા 48, મહેસાણા 47, રાજકોટ 46, વડોદરા 41, કચ્છ 34, મોરબી 30, પંચમહાલ 28, પાટણ 27, અમરેલી 26, ભરૂચ 26, ગાંધીનગર 25, જામનગર 25, ગાંધીનગર કોર્પોરેશન 23, અમદાવાદ 21, જુનાગઢ કોર્પોરેશન 21, ભાવનગર કોર્પોરેશન 20, ભાવનગર 16, દાહોદ 16, જુનાગઢ 16, સાબરકાંઠા 16, ગીર સોમનાથ 14, સુરેન્દ્રનગર 13, ખેડા 12, આણંદ 11, મહીસાગર 11, બોટાદ 10, નર્મદા 9, દેવભૂમિ દ્વારકા 8, અરવલ્લી 7, પોરબંદર 7, છોટા ઉદેપુર 6, નવસારી 5, તાપી 5, વલસાડ 4, ડાંગ 2 કેસો મળી કુલ 1410 કેસો મળ્યા છે.

આજે 16 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશન 3, સુરત 3, વડોદરા કોર્પોરેન 2, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 1, રાજકોટ 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરાના 1 દર્દી સહિત કુલ 16 લોકોનાં મોત નિપજ્યાં છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,05,373 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,04,914 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 459 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. 

Gujarat