For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Gujarat Corona: 1432 પોઝિટિવ કેસ, 16નાં મોત, મૃત્યુઆંક વધીને 3305એ પહોંચ્યો

Updated: Sep 19th, 2020

ગાંધીનગર, 19 સપ્ટેમ્બર 2020 શનિવાર

રાજ્યમાં કોરોના રોગચાળો દિનપ્રતિદિન ભયાવહ બનતો જાય છે. આજે રાજ્યમાં 1432 દર્દીઓ નોંધાયા. તો કોવિડ-19નાં કુલ કેસોની સંખ્યા વધીને 1,21,930એ પહોંચી જ્યારે રાજ્યમાં વધુ 16 દર્દીઓનાં મોત થતાં કૂલ મૃત્યુઆંક વધીને 3305એ પહોંચ્યો છે.તો બીજી તરફ 1470 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,02,571 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યનાં વિવિધ જીલ્લાઓંમાં નોંધાયેલો મૃત્યુંઆક આ પ્રમાણે છે, સુરત 4, અમદાવાદ કોર્પોરેશન 3, અમરેલી 1, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, ગાંધીનગર કોર્પોરેશન 1, કચ્છ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1, વડોદરા કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 16 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 3305એ પહોંચ્યો છે.

રાજ્યમાં કોરોનાનાં નવા નોંધાયેલા સંક્રમિતોની સંખ્યા પર નજર કરીએ તો આજે સુરત કોર્પોરેશન 174, અમદાવાદ કોર્પોરેશન 152, સુરત 107, જામનગર કોર્પોરેશન 103, વડોદરા કોર્પોરેશન 99, રાજકોટ કોર્પોરેશન 97, મહેસાણા 69, રાજકોટ 54, બનાસકાંઠા 44, વડોદરા 39, પંચમહાલ 30, અમરેલી 29, મોરબી 28, અમદાવાદ 26, કચ્છ 26, ભાવનગર કોર્પોરેશન 25, ભરૂચ 24, ગાંધીનગર 23, જામનગર 23, પાટણ 23, ગાંધીનગર કોર્પોરેશન 21, જુનાગઢ કોર્પોરેશન 18, ભાવનગર 17, જુનાગઢ 17, મહીસાગર 16, દાહોદ 15, ગીર સોમનાથ 15, દેવભૂમિ દ્વારકા 14, સાબરકાંઠા 13, ખેડા 12, નર્મદા 12, સુરેન્દ્રનગર 12, આણંદ 10, તાપી 10, બોટાદ 9, છોટા ઉદેપુર 8, નવસારી 8, પોરબંદર 5, અરવલ્લી 2, વલસાડ 2, ડાંગ 1 કેસો મળી કુલ 1432 કેસો મળ્યા છે.

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 61432 ટેસ્ટ કરવામાં આવ્યા.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 37,39,782 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં રિકવરી રેટ 84.12% ટકા છે.

રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 6,08,857 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 6,08,437 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 420 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16054 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 97 છે. જ્યારે 15957 લોકો સ્ટેબલ છે. 

Gujarat