ગાંધીનગર મહાનગરપાલિકાના જન્મમરણ વિભાગના રજિ.ને હાઇકોર્ટે ઝાટકયા, જવાબ માંગ્યો

અમદાવાદ,તા.23 સપ્ટેમ્બર 2022,શુક્રવાર                  

પુત્રીના નામમાં જરૂરી સુધારો કરી આપવાનો ઇન્કાર કરવાના ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ મરણ વિભાગના સત્તાધીશોના નિર્ણય સામે અરજદાર માતાએ હાઇકોર્ટમાં કરેલી રિટમાં હાઇકોર્ટે ગાંધીનગર મનપાના જન્મ મરણ વિભાગના સંબંધિત સત્તાવાળાની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે જન્મ મરણ વિભાગના રજિસ્ટ્રારને જવાબ રજૂ કરવા અને આ સોગંદનામા પર ખુદ ગાંધીનગર મનપાના કમિશનરને કાઉન્ટર સહી કરવા નિર્દશ કર્યો હતો. 

ગુજરાતી માધ્યમના પ્રાથમિક શિક્ષકોને પગારપંચનો લાભ આપવા હુકમ કરાયો હતો 

હાઇકોર્ટે એવી પણ સાફ ચીમકી ઉચ્ચારી હતી કે, જો જન્મ મરણ વિભાગના રજિસ્ટ્રારના જવાબથી સંતોષ નહી થાય તો હાઇકોર્ટ તેમને રૂબરૂ હાજર રાખશે અને જરૂર પડયે દંડ પણ ફટકારશે. પિતા સાથે છૂટાછેડા લીધા બાદ અરજદાર માતાએ તેની પુત્રીના જન્મના દાખલામાં જરૂરી સુધારો કરવા ગાંધીનગર મનપાના જન્મ મરણ વિભાગમાં અરજી કરી હતી. જરૂરી તમામ પુરાવા રજૂ કરવા છતાં વિભાગ તરફથી સુધારો કરવાનો ઇનકાર કરાયો હતો. હાઇકોર્ટે જન્મ મરણ વિભાગના રજિસ્ટ્રારને ચેતવણી આપતાં જણાવ્યું કે, આ પ્રકારનો તાજેતરમાં જ આવો બીજો કેસ હાઇકોર્ટ સમક્ષ આવ્યો છે, તેમાં પણ હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો. શું જન્મ મરણ વિભાગના રજિસ્ટ્રાર ઇચ્છે છે કે, તેમને દંડ ફટકારવા સાથે હુકમ કરવામાં આવે.

City News

Sports

RECENT NEWS