Get The App

BREAKING : ગાંધીનગરના દશેલા પાસે બની મોટી દુર્ઘટના, કાર તળાવમાં ખાબકતા 4ના મોત, હજુ એકની ચાલી રહી છે શોધખોળ

દશેલા વિસ્તારમાં આવેલા એક તળાવમાં કાર ડૂબી ગઈ હતી

કારમાં સવાર 5 લોકો પણ ડૂબ્યા હતા, જેમાંથી 4 લોકોના મોત થયા

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News

BREAKING : ગાંધીનગરના દશેલા પાસે બની મોટી દુર્ઘટના, કાર તળાવમાં ખાબકતા 4ના મોત, હજુ એકની ચાલી રહી છે શોધખોળ 1 - image

ગાંધીનગરના દશેલા ગામમાં મોટી દુર્ઘટના બની છે. દશેલા વિસ્તારમાં આવેલા એક તળાવમાં કાર ડૂબી ગઈ હતી. જેને લઈને કારમાં સવાર 5 લોકો પણ ડૂબ્યા હતા, જેમાંથી 4 લોકોના મોત થયા છે. જ્યારે એકની શોધખોળ હજુ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા ગ્રામજનો અને ગાંધીનગર ફાયર વિભાગની ટીમ આવી પહોંચી હતી. સ્થાનિકોની મદદથી ચાર મૃતદેહ બહાર કઢાયા છે.

મળતી માહિતી અનુસાર, કારમાં 5 લોકો સવાર હતા. રાજસ્થાનથી પરત આવતી સમયે ગઈકાલે કાર રસ્તો ભુલતા તળાવમાં ખાબકી હતી. આમ, આ કાર અકસ્માત થતા પાણીમાં ખાબકી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, કારનો હજુ પતો લાગ્યો નથી.


Google NewsGoogle News