પુણા રોડ પર ઇ-વ્હીકલ શો-રૃમમાં આગ, 12 વાહન 40 બેટરી બળી ગઇ


- બેટરી સળગતા આગ વધુ ફેલાઇ ગઇ : જોકે, સવારે દુકાન બંધ હોવાથી ઇજા, જાનહાનિ ટળી

 સુરત :

પુણાના આઈ માતા રોડ પર એક ઈલેક્ટ્રીક ટુ વ્હિલની દુકાનમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. જોકે સવારે બંધ દુકાનમાં બેટરી સળગવાના લીધે આગ વધુ ફેલાતા ત્યાં અફડાતફડી મચી જવા પામી હતી.

ફાયર વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ પુણાના આઈમાતા રોડ પર ડીઆર વર્લ્ડ પાસે જે.પી.નગરમાં શ્રી જલારામ ઈલેક્ટ્રીક ટુ વ્હિલની દુકાન આવેલી છે.અહીં નવી તથા રીપેરીંગ માટેની ટુ વ્હિલ પણ મુકેલી હતી. આજે સવારે તે દુકાન બંધ હતી ત્યારે અચાનક આગ ભડકી ઉઠી હતી. જોકે બેટરીના લીધે જોત જોતામાં આગ ફેલાતા વધુ ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેના લીધે ત્યાં નાસભાગ થઇ જવા પામી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા  ડુંભાલ,પુણાગામ અને કાપોદ્રા ફાયર સ્ટેશન ગાડી સાથે ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચો હતો અને પાણીનો છંટાવ શરૃ કર્યો હતો. જોકે અડધાથી એક કલાકમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જયારે આગના લીધે૧૨ જેટલી ઇલેક્ટ્રિક ટુ વ્હિલ, ૪૦થી૪૫ બેટરી, ટેબલ,એ.સી, કોમ્પ્યુટર, ફર્નીચર સહિતની ચીજ વસ્તુઓ બળી ગઇ હતી. આ બનાવમાં કોઇ ઇજા કે જાનહાની થઇ ન હોવાનું ફાયર ઓફિસર ધવલ મોહિતે જણાવ્યું હતું.

City News

Sports

RECENT NEWS