Get The App

ટ્રેન નીચે યુવકના આપઘાત કેસમાં પત્ની સામે ફરિયાદ

પત્નીના અન્ય પુરૃષ સાથે આડા સંબંધ અને અસહ્ય ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરેલી

મણિનગર પોલીસે વિડિયો આધારે મૃતકની પત્ની ગુનો નોંધ્યો

Updated: Jul 18th, 2025

GS TEAM

Google News
Google News

અમદાવાદ, શુક્રવારટ્રેન નીચે યુવકના આપઘાત કેસમાં પત્ની સામે ફરિયાદ 1 - image

નારોલના યુવકે વિડિયો બનાવી સોશિયલ મિડીયામાં વાઇરલ કરીને મણિનગર ખાતે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. જેમાં પત્નીના ત્રાસથી અને અન્ય પુરુષ સાથેના સંબંધથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો વિડિયોમાં આક્ષેપો કર્યા હતા. આ બનાવ અંગે મણિનગર પોલીસે પહેલા અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૃ કરીને વિડિયોમાં આક્ષેપ કરવામાં કર્યા હોવાથી પત્ની સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મણિનગર પોલીસે વાયરલ વિડિયો આધારે મૃતક યુવકની પત્ની સામે દુષ્પ્રેરણનો ગુનો નોધીને તપાસ હાથ ધરી

નારોલમાં રહેતા યુવકે મણિનગર પોલીસ સ્ટેશનમાં પોતાના મૃતક ભાઇની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે ક તેમના ભાઇના ૨૦૧૧માં લગ્ન થયા હતા. લગ્ન બાદ મૃતક યુવકને ખબર પડી હતી કે પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધની જાણ થઇ હતી. આ બાબતે પરિવારના તમામ સભ્યોને એકત્ર કરીને પત્નીના આડા સંબંધ અંગે વિડિયો બતાવીને જાણ કરી હતી. 

વડીલો મારફતે સમધાન કરીને યુવક અને તેની પત્ની અને સંતાનો સાથે ખોખરામાં ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા. ત્યારથી દંપતિ વચ્ચે કોઈની કોઈ બાબતે રોજ તકરાર થતી હતી પત્ની સાસુ અને દિયર અને ભાભી સાથે કોઈપણ પ્રકારના સંબંધ રાખતી ન હતી અને પતિને પણ માતા અને ભાઈ તથા ભાભી સાથે સંબંધ રાખવા દેતી ન હતી આ બાબતને લઈને બન્ને વચ્ચે તકરારો થતી હતી. લોન લઈને નારોલમાં નવું મકાન ખરીદ્યું હતું તેના હપ્તા પણ તે ભરતા હતા. કકળાટથી કંટાળીને ઘણા બધા દિવસો સુધી બહાર રહીને જમતો હતા પત્નીના અસહ્ય ત્રાસથી કંટાળીને તા. ૧૫ના રોજ વિડીયો બનાવીને ઈનસ્ટાગ્રામમાં વાયરલ કરીને બીજા દિવસે વહેલી સવારે મણિનગર રેલ્વે સ્ટેશન જઈને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો.


Tags :