માર્કશીટમાં નામ, અટક, જન્મ તારીખ ઉપરાંત જોડણી સંબંધે સુધારા થઇ શકશે
ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની
ડેટા એન્ટ્રી દરમિયાન ઓપરેટર દ્વારા ભૂલ થઇ ગઇ હોય તો તેવા કિસ્સામાં શિક્ષણ બોર્ડ દ્વારા કોઇ જ ચાર્જ વસૂલાશે નહીં
ગાંધીનગર સહિત રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આપનારા
વિદ્યાર્થીઓની માર્કસીટ પ્રથમ કોમ્પ્યુટર પર તૈયાર કરવામાં આવ્યા બાદ તેનું છાપકામ
કરવામાં આવે છે. ત્યારે બાળકોના નામ,
અટક બેઠક નંબર સહિતની ડેટા એન્ટ્રી દરમિયાન ઓપરેટર દ્વારા ભૂલ થઇ ગઇ હોય તો
તેવા કિસ્સામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોઇ ફી
વસૂલ કર્યા સિવાય આવી ભૂલ સુધારી અપાશે.
આ માટે બોર્ડ દ્વારા જરૃરી વ્યવસ્થા ગોઠવી દેવાઇ હોવાનું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સુત્રોએ જણાવ્યુ હતું.
પરંપરા પ્રમાણે વિદ્યાર્થીઓના પરિણામ તો ઓનલાઇન જાહેર કરી દેવાયા છે. હવે આગામી
દિવસોમાં શાળા પરથી માર્કસીટ અપાશે. ત્યારે કોઇ વિદ્યાર્થીની માર્કસીટમાં નામ, અટક, જન્મ તારીખ કે બેઠક
નંબર સંબંધે ભૂલ આવી હોય તો વિદ્યાર્થીએ તેમાં સુધારો કરવા માટે જે તે શાળાને
લેખિતમાં જાણ કરવાની રહેશે.
જ્યારે શાળા કક્ષાએથી પરિણામ જાહેર થયાના ૯૦ દિવસની અંદર ભૂલ સુધારણા માટે પરિણામ પત્રક જોડીને બોર્ડને અરજી પાઠવવાની રહેશે. જેના પગલે ગણતરીના સમયમાં જ અથવા અરજી આપ્યાના દિવસે જ માર્કસીટમાં સુધારો કરીને પરત કરી દેવાશે.