For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ્યમાં કોરોનાનાં નવા 1510 કેસ,16 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 3892

Updated: Nov 24th, 2020

Article Content Imageગાંધીનગર, 24 નવેમ્બર 2020 મંગળવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. ખાસ તો દિવાળીનાં તહેવાર બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં રીતસર વિષ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1510 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જ્યારે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3892 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 14044 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 1,82,473 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 13950 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 200409 પર પહોંચી છે.

રાજ્યમાં કોરોના દર્દીઓનો આજનો મૃત્યુંઆંક

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 12, સુરત કોર્પોરેશનમાં 3 અને બોટાદમાં 1 મળી કુલ 16 લોકોનું મૃત્યુ થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3892 થયો છે

Article Content Imageજિલ્લાવાર નોંધાયા કોરોનાનાં કેસ

રાજ્યનાં વિવિધ જિલ્લામાં કોરોના સંક્રમણનો આંકડો આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશન 323, સુરત કોર્પોરેશન 219, વડોદરા કોર્પોરેશન 141, રાજકોટ કોર્પોરેશન 83, સુરત 67, બનાસકાંઠા 47, પાટણ 46, રાજકોટ 45, મહેસાણા 43, વડોદરા 40, ગાંધીનગર કોર્પોરેશન 38, ગાંધીનગર 36, ખેડા 32, પંચમહાલ 26, અમદાવાદ 24, નર્મદા 24, અમરેલી 23, ભરૂચ 21, જામનગર 21, મહીસાગર 21, આણંદ 19, દાહોદ 19, જામનગર કોર્પોરેશન 18, સાબરકાંઠા 17, મોરબી 16, ભાવનગર કોર્પોરેશન 15, સુરેન્દ્રનગર 13, કચ્છ 12, જુનાગઢ કોર્પોરેશન 10, નવસારી 9, ગીર સોમનાથ 8, જુનાગઢ 8, દેવભૂમિ દ્વારકા 5, તાપી 4, અરવલ્લી 3, ભાવનગર 3, છોટા ઉદેપુર 3, વલસાડ 3, ડાંગ 2, પોરબંદર 2, બોટાદ 1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં આજે કુલ 1286 દર્દી સાજા થયા હતા અને 84625 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 73,89,330 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.05 ટકા છે.

Gujarat