For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ્યમાં કોરોનાનું સંકટ વધ્યું; છેલ્લા 24 કલાકમાં 19 પોઝિટિવ કેસ, કુલ કેસ 165

Updated: Apr 7th, 2020

Article Content Imageઅમદાવાદ, તા. 7 એપ્રિલ 2020, મંગળવાર

કોરોના વાયરસનો કહેર ગુજરાતમાં વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 19 નવા કેસ નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 165 થઈ ગઈ છે. જેમાં ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં 13 નવા કેસ નોંધાતા કુલ કેસ 77 થયા છે. કુલ કેસમાંથી 12 લોકોના મોત થયા છે અને 21 લોકો ડિટ્ચાર્જ થઈ ગયા છે.

આજે એક પણ મૃત્યુ થયુ નથી. આજે 1 વ્યક્તિ ડિટ્ચાર્જ પણ થઈ ગયા છે. 126 જેટલા લોકો સ્ટેબલ છે. 4 વ્યક્તિને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. પાટણમાં 3 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. અત્યાર સુધીમાં 3040 ટેસ્ટ કર્યા છે. આજે એક પણ મૃત્યુ થયુ નથી. આજે 1 વ્યક્તિ ડિટ્ચાર્જ પણ થઈ ગયા છે. 126 જેટલા લોકો સ્ટેબલ છે. 4 વ્યક્તિને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. પાટણમાં 3 નવા પોઝીટીવ કેસ આવ્યા છે. 3040 ટેસ્ટ કર્યા છે.

165 માંથી 126 લોકો સ્ટેબલ

165 પોઝિટિવ લોકોમાંથી 126 લોકોની તબિયલ સ્થિર હોવાથી ગુજરાત માટે સારા સમાચાર છે. જોકે, રેડ એલર્ટ વિસ્તારમાં એકદમ સ્ટ્રીક અને લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 1 લાખ 40 હજાર લોકોને સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યા છે,. જેથી તે લોકોમાં કોરોના પોઝીટીવ હોય તેનો ચેપ બીજા લોકોને ન લાગે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તદઉપરાંત 1 હજાર ઉપરાંત આપણે ટેસ્ટ કર્યા છે, જેના ટેસ્ટ રીપોર્ટ આવવાના બાકી છે. આઈસોલેશનમાં રાખેલા લોકોને પણ આપણે સારી સારવાર આપીએ છીએ.

પાટણમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અને આજે વધુ ત્રણ પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ પાંચ પોઝીટીવ કેસ થયો છે. અને જિલ્લો રેડ ઝોનમાં આવી ગયો છે. સિદ્ધપુરના નેદ્રા ગામના કેટલાક સેમ્પલ લેવાયા હતા. તેમાં ત્રણ યુવાનોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પાટણ જિલ્લામાં 72 કલાક પહેલા પ્રથમ કેસ નોંધાયો હતો. જે બાદ તે યુવકની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરતા તેની સાથે 14 લોકો સંપર્કમાં આવ્યા હતા. તેઓના સેમ્પલ લઈને ચકાસણીમાં નોંકલ્યા હતા. જે આવવાના હજુ બાકી છે.

Gujarat